સરકારે CNG-PNGમાં વેટ ઘટાડ્યો, 2 સિલિન્ડર ફ્રીની જાહેરાત કરી, AAPએ કહ્યું, BJP ફ્રીની રેવડી વેચી રહી છે

અમદાવાદ: દિવાળી પહેલા રાજ્ય સરકાર દ્વારા લોકોને ભેટ અપાઇ રહી છે. સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10…

gujarattak
follow google news

અમદાવાદ: દિવાળી પહેલા રાજ્ય સરકાર દ્વારા લોકોને ભેટ અપાઇ રહી છે. સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી CNGમાં વેટમાં ઘટાડો થવાથી ગ્રાહકોને 6થી 8 રૂપિયા જેટલો ફાયદો થશે. જ્યારે PNGમાં ગ્રાહકોને પાંચથી છ રૂપિયા જેટલો ફાયદો થશે. ઉપરાંત સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીને વર્ષમાં બે સિલિન્ડર પણ ફ્રી આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હવે આ મુદ્દે આમ આદમી પાર્ટીએ ભાજપ પર ફ્રી રેવડી વેચવાનો આક્ષેપ મૂક્યો છે.

AAPએ પોસ્ટમાં શું કહ્યું?
સરકારની પીએનજી અને સીએનજીમાં વેટના ઘટાડા તથા બે સિલિન્ડર ફ્રી આપવાની જાહેરાત પર AAPના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ચૂંટણીમાં પોતાની કારમી હાર ભાળી ગયેલી ભાજપ હવે ફ્રીની રેવડી વેચી રહી છે. ત્યારે જનતા હવે ભાજપની ચૂંટણીલક્ષી રેવડી નહીં, પરંતુ પાંચ વર્ષ સુધી આમ જનતાને એમનો હક આપનાર સરકાર બનાવશે.

કોંગ્રેસે સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી
નોંધનીય છે કે, ગુજરાતના રાજકારણમાં સૌથી પહેલા કોંગ્રેસ દ્વારા સસ્તા ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરાઈ હતી. અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ ચૂંટણીના 8 વચનો આપતા રૂ.500માં સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. ત્યારે આ બાદ હવે ભાજપ દ્વારા જ વર્ષમાં બે સિલિન્ડર ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિલિન્ડરના પૈસા સીધા જ લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. બે સીલીન્ડર ફ્રી આપવાના કારણે કુલ 38 લાખ જેટલી ગૃહીણીઓને ફાયદો થશે. આ યોજના પાછળ સરકારને 650 કરોડ રૂપિયાની રાહત મળશે.

    follow whatsapp