ઉત્તર ગુજરાતમાં BJP, કોંગ્રેસ કે AAP કોણ મારશે બાજી? ઓપિનિયન પોલના શું આવ્યા પરિણામ

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે આજે ABP C-વોટરના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું સામે આવી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે આજે ABP C-વોટરના સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને માત્ર 32થી 48 વચ્ચે બેઠકો મળતી હોવાનું અને આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી જ સીટ મળતી હોવાનું ઓપિનીયન પોલ મુજબ કહેવાઈ રહ્યું છે. આ સર્વેમાં આ વખતની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ભાજપ સૌથી આગળ રહેતો હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે.

ઉત્તર ગુજરાતમાં કઈ પાર્ટીનું પ્રભુત્વ રહેશે
ABP ન્યૂઝ અને C-વોટરના સર્વેમાં કોંગ્રેસ તથા AAPના સૂપડા સાફ થતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતની સીટોના પરિણામ પર નજર કરીએ તો અહીં પણ આ વખતે ભાજપ જ આગળ રહેવાનું અનુમાન છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની 32 સીટો પર ભાજપને 20થી 24 વચ્ચે સીટ મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 8-12 બેઠકો મળી શકે છે અને આમ આદમી પાર્ટીને 1 બેઠક તથા અન્યના ફાળે 1 બેઠક મળતી હોવાનું અનુમાન લગાવાયું છે.

ભાજપને નડશે વિપુલ ચૌધરીની અર્બુદા સેના?
ઉત્તર ગુજરાતના રાજકારણની વાત કરીએ તો અહીં તાજેતરમાં જ ગૌશાળા સંચાલકો તથા ગૌપ્રેમીઓએ પશુ સહાય મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી હતી અને ભારે વિરોધ કર્યો હતો. બીજી તરફ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી તથા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ તેમની અર્બુદા સેનાએ પણ સરકાર સામે બાયો ચઢાવી છે. ત્યારે આ સર્વે મુજબ, ભાજપને 32માંથી અહીં 20થી 24 જેટલી સીટો મળશે તેમ કહેવાઈ રહ્યું છે. જોકે હવે આગામી ચૂંટણીના પરિણામો બાદ જ હકીકતમાં ભાજપને કેટલી સીટો મળશે તે માલુમ પડશે.

    follow whatsapp