અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આજે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની નમી યાદી જાહેર કરી છે. જેમાં 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યારસુધીમાં કુલ 118 ઉમેદવારો જાહેર કર્યા છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે આજે નવમી યાદી જાહેર કરી હતી જેમાં 10 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 118 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
હજુ આ નેતાઓના નામ ની જાહેરાત બાકી
આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. એક બાદ એક એમ કુલ નવ યાદી જાહેર કરી દીધી છે અને આ સાથે જ હજુ પણ ગોપાલ ઇટાલીયા, ઇસુડાં ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે મનોજ સોરઠિયા ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરવામાં આવી નથી.
કાલે મુખ્યમંત્રી ચહેરો થશે જાહેર
AAP દ્વારા 29મી નવેમ્બરે જ CM પદના ચહેરા માટે એક પોલ જાહેર કરાયો હતો, જે માટે આજે સાંજ સુધી લોકો પાસેથી સૂચનો માગવામાં આવ્યા હતા. ત્યારે સાંજે આ સૂચનો માગવાનો સમય પૂરો થતા જ આવતીકાલે આમ આદમી પાર્ટી તેમના CM પદના ચહેરાની જાહેરાત કરવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલ આ માટે કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ પોતે જ CM પદના ચહેરાની જાહેરાત કરશે.
ADVERTISEMENT