28 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.
ADVERTISEMENT
મેષ
આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. સાથે જ બિઝનેસમાં મોટું જોખમ આજે ન ઉઠાવો, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે, જેમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ બની જશે. સ્વાસ્થ્યને લઈને આજે તમે ચિંતિત રહી શકો છો. તમારે પરિવારના સભ્યોના વિરોધનો પણ સામનો કરવો પડી શકે છે.
વૃષભ
આજે તમારે કામની વ્યવસ્થાના કારણે ઘણી દોડધામ કરવી પડી શકે છે, જેના કારણે તમારી તબિયત પણ થોડી બગડી શકે છે. આજે તમને કોઈ મોટું કામ મળી શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં મતભેદો દૂર થશે. આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. પત્નીને ઈજા થઈ શકે છે.
મિથુન
આજનો દિવસ સારો રહેશે. ઘણા સમયથી અટકેલા કામ આજે પૂરા થઈ શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાથી સફળતાના નવા માર્ગ ખુલશે.વેપાર-બિઝનેસમાં સહયોગી પાર્ટનરના કારણે તમે મોટો નફો કમાઈ શકો છો. પરિવારમાં તમારું સન્માન વધશે.
કર્ક
આજનો દિવસ આ રાશિના જાતકો માટે ખૂબ જ ભારે છે. આજના દિવસે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પરિવર્તન ન કરો, નહીં તો તમારું બનેલું કામ પણ બગડી શકે છે. તમારા વિરોધીઓથી આજે સાવધાન રહો. હવામાનના કારણે તમને કેટલીક બીમારીઓ થઈ શકે છે. પત્ની સાથે મતભેદ વધશે.
સિંહ
આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. કોઈ વાતને લઈને મિત્રો સાથે ઝઘડો થઈ શકે છે. મન અશાંત રહેશે. આજે પ્રોપર્ટી વગેરેમાં મોટું રોકાણ ન કરો નહીંતર તમારા પૈસા ફસાઈ શકે છે. વાદ-વિવાદથી દૂર રહો. પરિવારમાં કોઈની સાથે તકરાર ન કરો.
કન્યા
આજે તમે બહાર ક્યાંક ફરવા જઈ શકો છો. પરિવાર સાથે તમારી આ યાત્રા આનંદપ્રદ રહેશે. પત્ની અને બાળકો સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે. વેપારમાં તમને કોઈ સારા સમાચાર મળશે. તમને મોટી ડીલરશીપ મળી શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો સુધરશે.
તુલા
આજે તમે તમારા કોઈ જૂના મિત્રને મળી શકો છો, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમને તમારા કાર્યસ્થળ પર સન્માનિત કરવામાં આવી શકે છે. તમારા કામથી તમારા ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થઈ જશે. આજે તમે શેર માર્કેટમાં મોટું રોકાણ કરી શકો છો. ઘર કે વાહન ખરીદવા માટે આજે તમે પૈસા જમાં કરાવી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે. પૈતૃક સંપત્તિને લઈને પરિવારમાં ચાલી રહેલા વિવાદનો અંત આવશે.
વૃશ્ચિક
આજે તમે તમારા પરિવારને લઈને ચિંતિત રહી શકો છો. કોઈ જૂના વિવાદને કારણે મન આશંકાઓથી ભરેલું રહેશે. તમે તમારા પારિવારિક કર્તવ્યોને પૂર્ણ કરવા માટે આજે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. વેપારમાં સ્થિતિ સામાન્ય રહેશે. આજે કોઈપણ મોટું રોકાણ કરવાનું ટાળો. વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. પરિવારની કેટલીક વાતોને ઈગ્નોર કરીને સંબંધો સુધારવાનો પ્રયાસ કરો.
ધન
આજે તમારું મન અશાંત રહેશે. હવામાનને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. ઓફિસમાં આજે તમારા અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે તમારે કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી પાસેથી કોઈપણ અધિકાર છીનવી શકાય છે. વિરોધી આજે તમને નુકસાન પહોંચાડી શકે છે. તમને પરિવાર અને મિત્રોનો પૂરતો સહયોગ મળશે.
મકર
આજે તમે તમારા કોઈ ખાસ કામથી બહાર પ્રવાસ પર જઈ શકો છો, તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે. આજે તમને તમારા વેપાર-ધંધામાં મોટો આર્થિક સહયોગ મળી શકે છે, જેના કારણે તમારી સ્થિતિમાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. પત્નીનો પરિવારમાં કોઈ સાથે ઝઘડો થઈ શકે છે.
કુંભ
આજે તમે પોઝિટિવ એનર્જીથી ભરપૂર રહેશો. આજે તમારા મનમાં સારા વિચારો આવશે.કાર્યસ્થળ પર તમને કોઈ સારું માર્ગદર્શન મળી શકે છે, જેના કારણે સફળતાની કુંજી તમારા હાથમાં લાગી શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. ખાવા-પીવા પર ધ્યાન આપો. પરિવારમાં કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો.
મીન
આજે તમે ઓફિસમાં તમારા સહકર્મીઓના વર્તનને કારણે પરેશાન થઈ શકો છો. તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો. જે કામ માટે તમે પૈસા જમાં કરાવ્યા છે તેના માટે તમે તમારી આર્થિક સ્થિતિમાં પણ ઘટાડો અનુભવશો. આજે વ્યર્થના કાર્યોમાં ખર્ચ થઈ શકે છે. પારિવારિક સમસ્યાઓના કારણે ઘરમાં પત્ની સાથે ઝઘડો થઈ શકે છે.
ADVERTISEMENT