મહેસાણા: વિદેશમાં જઇ રોટલો રાળવાની ઈચ્છા અનેક વખત જોખમી પુરવાર થઈ છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિદેશ મોકલવાના નામે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ઊંઝાના યુવકને પોતાના પરિવાર સાથે વિદેશ જવાની લાલચમાં લાખો રુપિયા જાણે પાણીમાં જતાં રહ્યા હોય તેમ થયું છે. એક શખસ દ્વારા ઊંઝાના યુવકને તથા તેમના પરિવારને જર્મન વિઝા આપવાની અલાલચ આપી અને 26.50 લાખની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
વિદેશ જવાન અભરખા અનેક વખત મોંઘા પડી ચૂક્યા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. ઊંઝામાં રહેતા એક યુવકની મિત્રતા ફેસબુક દ્વારા એક શખસ સાથે થઈ હતી. આ શખસે યુવકને અને તેના પરિવારને જર્મનીના વિઝા આપવાની લાલચ આપી હતી. એ પછી આ શખસે પાસપોર્ટ અને વિઝા સહિતાના દસ્તાવેજો પરત ન આપીને યુવક સાથે રુપિયા 26.50 લાખની છેતરપિંડી આચરી હતી. આખરે યુવકે ત્રણ ગઠિયાઓ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જિતેન્દ્રને આ રીતે લીધો વિશ્વાસમાં
ઊંઝાના પાટણ રોડ પર રહેતા જીતેન્દ્ર દરજીની 16 મહિના પહેલાં પંજાબમાં રહેતા ગૌરવ શર્મા નામના શખસ સાથે ફેસબુકથી થઈ હતી. તેણે પોતાની ઓળખ એવી આપી હતી કે તે લોકોને વિદેશ મોકલવાનું કામ કરે છે. જે બાદ તે યુવકને પણ લોભામણી જાહેરાતો મોકલી આપતો હતો. ત્યારે જીતેન્દ્ર પણ પરિવાર સાથે વિદેશ જવાની ઈચ્છા ધરાવતો હતો. જેથી પંજાબના શખસે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા મિત પટેલ અને ગૌરવ પટેલનો સંપર્ક કરાવી આપ્યો હતો.એ પછી બંને શખસોએ જીતેન્દ્ર સાથે મિટિંગ કરી હતી અને એક વ્યક્તિ દીઠ વિઝાના 5 લાખ રુપિયાની વાત કરી હતી. પછી પાસપોર્ટ મેળવી વિઝાની કાર્યવાહી શરી કરી તેને વિશ્વાસમાં લીધો હતો.
મુંબઈ સુધી બોલાવ્યો જિતેન્દ્રને
બાદમાં મુંબઈ ખાતે યુવકને જર્મનીના વિઝા માટે બોલાવ્યો હતો. બાદમાં વિઝા મળી ગયા હોવાનું જણાવી મિત પટેલ અને ગૌરવ પટેલે પાસપોર્ટ લઈ જવા માટે જણાવ્યું હતું. જે બાદ જિતેન્દ્રએ આ બંને શખસોને રુપિયા 26.50 લાખ આંગડિયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા.મિત પટેલ અને ગૌરવ પટેલના કહેવા મુજબ, યુવક તેના પરિવાર સાથે મુંબઈ પહોંચ્યો હતો અને હોટલમાં રોકાયો હતો.
આ રીતે કરી છેતરપિંડી કરી
મીત અને ગૌરવે મુંબઈમાં જિતેન્દ્રને પાસપોર્ટ, એર ટિકિટ, હોટલ બુકિંગ વગેરે આપવાનું કહ્યું હતું. જ્યારે જિતેન્દ્રએ મીત અને ગૌરવને ફોન કર્યો તો સ્વીચઓફ આવતો હતો. આખરે યુવકને અહેસાસ થયો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. બાદમાં યુવક પરિવાર સાથે ઊંઝા પહોંચ્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT