108 એમ્બ્યુલન્સમાં જ મહિલાની બ્રિચ ડિલિવરી કરાઈ, જાણો આ કિસ્સા વિશે..

દાહોદઃ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો. નોંધનીય છે કે એમ્બ્યુલન્સમાં જ મહિલાને સખત દુખાવો શરૂ થઈ ગયો હતો. ત્યારે સમય સૂચકતા દાખવીને…

gujarattak
follow google news

દાહોદઃ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો. નોંધનીય છે કે એમ્બ્યુલન્સમાં જ મહિલાને સખત દુખાવો શરૂ થઈ ગયો હતો. ત્યારે સમય સૂચકતા દાખવીને એમ્બ્યુલન્સના EMT સુશીલાબેન દ્વારા મહિલા દર્દીની બ્રિચ ડિલિવરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી. અત્યારે માતા અને તાજા જન્મેલા બાળકની સ્થિતિ સુરક્ષિત છે. ચલો આના વિશે જાણીએ વિગતવાર…

ચાલુ એમ્બ્યુલન્સમાં કરાઈ ડિલિવરી..
દાહોદ 108 ઈમરન્સી એમ્બ્યુલન્સના પાયલોટ અનિલભાઈને તેઓની ફરજ દરમિયાન સુવાવડનાં એક કેસ માટેનો કોલ આવ્યો હતો. ત્યારે તે દાહોદનાં મંડાવાવ રોડ પરથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મહિલા દર્દી શકુંતલાબેનને લઇ જતા હતા. તે વેળાએ માતા દર્દી શકુંતલાબેન નિતેશભાઈ નિનામાને અચાનક જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી 108 એમ્બ્યુલન્સના EMT સુશીલાબેન દ્વારા તે મહિલા દર્દીની બ્રિચ ડિલિવરી સફળતા પૂર્વક 108 એમ્બ્યુલન્સમાં કરાઈ હતી.

ત્યારબાદ મહિલા દર્દી અને તેઓના તાજા જન્મેલા બાળકને દાહોદની ઝાયડસ જનરલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે દાખલ કરવામાં આવ્યા હતા.

With Input: શાર્દૂલ ગજ્જર

    follow whatsapp