સુરતઃ રાજ્યમાં અવાર નવાર ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના નામાંકિત જ્વેલર્સની દુકાનમાં ક્યાયન્ટ આવેલી મહિલાએ ચોરી કરી હતી. તેણે સોનાની બંગડીઓ જોવાના બહાને કારીગરનું ધ્યાન ભટકાવી ચોરી કરી લીધી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અત્યારે વાઈરલ થઈ રહ્યા છે. આને લઈને હવે અજાણી મહિલા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
સોનાના ઘરેણાની ચોરી..
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સુરતની નામાંકિત જ્વેલર્સની દુકાનામાં એક મહિલા ક્લાયન્ટ આવી હતી. તેણે ઘરેણા જોવા મંગાવ્યા હતા અને પછી એકપછી એક જોવાનું શરૂ કરી દીધું હતું. કારીગરનું ધ્યાન ભંગ થતાની સાથે જ મહિલા ક્લાયન્ટે 22 કેરેટની 14.260 ગ્રામની 75 હજારની બંગડીની ચોરી કરી લીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમની સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવી છે.
પોલીસે તપાસ આદરી
ક્લાયન્ટ બનીને આવેલી મહિલાએ આ પ્રમાણે ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. જેને લઈને જ્વેલર્સે પોલીસ સ્ટેશનમાં FIR નોંધી દીધી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અજાણી મહિલા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT