જામનગરઃ પોલીસ હેડ ક્વાર્ટરના જીમના આંગણમાં ચિત્રનગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ પણ ચિત્ર દોરીને કલા ક્ષેત્રે હાથ અજમાવ્યો હતો. રમત ગમત ક્ષેત્રે વધારે જાગૃતિ આવે એના માટે આ પ્રમાણેની ચિત્ર નગરીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન વિવિધ યુવા કલાકારો પણ હાજર રહ્યા હતા. જેમણે ઉત્સાહભેર અહીં ભાગ લઈને પોતાનો હાથ અજમાવ્યો હતો.
ADVERTISEMENT
ચિત્ર દોરી જાગૃતિ લાવવા પ્રયાસ
જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટરના જીમ પટાંગણમાં ચિત્રનગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કમ્પાઉન્ડની દિવાલો પર કલાકારોએ વિવિધ પ્રકારના રમત ગમતના ચિત્રો દોરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે જિલ્લા પોલીસ વડાએ પણ દિવાલ પર રંગપૂરતી અને ચિત્રકામ કર્યું હતું. આમનો જોઈને અહીં ભાગ લેનારા અન્ય યુવાનોમાં પણ ઉત્સાહનો ઉમેરો થઈ ગયો હતો.
યુવા કલાકારોએ ભાગ લીધો
ચિત્રનગરીની વાત કરીએ તો આ અભિયાનમાં મોટાભાગે યુવા કલાકારો જોડાયા હતા. તેમણે ઉત્સાહભેર ભાગ લઈને દિવાલ પર ચિત્રો દોર્યા હતા. SPએ પણ ચિત્રકામ અને રંગપૂરતીમાં પોતાનો ભાવ ભજવ્યો હતો. કલાકારોએ ઉત્સાહભેર અભિયાનમાં જોડાઈને રમતગમત ક્ષેત્રે જાગૃતિ લાવવા માટેની આકૃતિઓ દોરી હતી. કમ્પાઉન્ડની દિવાલો પર કલાકારોએ વિવિધ ચિત્રો દોર્યા હતા.
With Input: દર્શન ઠક્કર
ADVERTISEMENT