અમદાવાદ: દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં 33 જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. જેને વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે. નીચલી અદાલતોની કામગીરીનું જીવંત પ્રસારણને અનુલક્ષીને રાજ્યની જુદી જુદી કોર્ટમાં જરૂરી સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાયા છે. હાઇકોર્ટના પાઇલોટ પ્રોજેક્ટ ગણાતા જીવંત પ્રસારણનું સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર શાહે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં તમામી તમામ 33 જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. જેને વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે.
તમામ જિલ્લાની કોર્ટનું લાઈવ પ્રસારણ મામલે દેશનું પહેલુ રાજ્ય
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની તમામ 33 જિલ્લા કોર્ટમાં જીવંત પ્રસારણનો બુધવારે આરંભ કરાયો હતો. એક સાથે તમામ જિલ્લા કોર્ટમાં જીવંત પ્રસારણ શરૂ કરાવતું ગુજરાત પહેલું રાજય છે. હાઇકોર્ટના પાઇલોટ પ્રોજેક્ટ ગણાતા જીવંત પ્રસારણનું સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર શાહે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જ્યુડિશિયલ ઓફિસર પોર્ટલનું ઉદ્ધઘાટન જસ્ટિસ જે.બી પારડીવાલાએ કર્યું હતું.
1.72 લાખ લોકો હાઇકોર્ટનું લાઈવ જોઈ રહ્યા છે
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુુમારે જણાવ્યું હતુ કે, 1.72 લાખ લોકો હાઇકોર્ટનું નિયમિત જીવંત પ્રસારણ જોઇ રહ્યા છે. દેશની સૌથી પ્રથમ હાઇકોર્ટ એવી છે જેણે હાઇકોર્ટની કાર્યવાહીને પારદર્શક બનાવીને જીવંત પ્રસારણ શરૂ કર્યું છે. તેવી રીતે તમામ જિલ્લા કોર્ટને પણ જીવંત પ્રસારણ સાથે જોડી દીધી છે. તેનાથી હજારો પક્ષકારોને હાઇકોર્ટ કે જિલ્લા કોર્ટ સુધીના ધક્કા નહીં પડે. આ દરમિયાન જસ્ટિસ જે.બી પારડીવાલાએ કહ્યું હતું કે, પરિવર્તન એ જ કાયમ છે. લોકશાહી એ જજીસ કે વકીલોના કારણે નથી પરતું લોકોના કારણે છે.
આ કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે નહીં
મહત્વનું છે કે કોર્ટમાં ચાલી રહેલા લગ્નજીવન સંબંધિત કેસ, બાળકોના દત્તક કે કસ્ટડીના કેસ, જાતિય સતામણીના કેસ, પોક્સોના કાયદા હેઠળના કેસનું જીવંત પ્રસારણ નહીં થઈ શકે. જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળના કેસ અને પ્રેગનન્સી એક્ટ હેઠળના કેસનું પણ જીવંત પ્રસારણ નહીં થાય. આ કેસોમાં પ્રાઈવસીના કાયદાનું ધ્યાન રાખવાનું હોવાથી આ કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે નહીં.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT