22 ડિસેમ્બરે ગાંધીનગરમાં ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે, મુખ્યમંત્રી સંભાળશે લોકોની સમસ્યા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે અને 15 મી વિધાનસભાનું કામ કાજ  શરૂ થઈ ચૂક્યું છે. આ સાથે…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે અને 15 મી વિધાનસભાનું કામ કાજ  શરૂ થઈ ચૂક્યું છે. આ સાથે જ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ એક્શન મોડ પર આવી ચૂક્યું છે. જે અંતર્ગત 22 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનતાની રજૂઆત સાભંળશે. આ માટે ગાંધીનગરમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુરુવારે 22 ડિસેમ્બરે ગાંધીનગરમાં આ કાર્યક્રમ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, 22મી ડિસેમ્બર ૨૦૨૨ના રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે.

નરેન્દ્ર મોદીએ સ્વાગતની કરી હતી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’ – સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારે તા.22 મી ડિસેમ્બરે બપોરે3  કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક ઓફિસ ,સ્વર્ણિમ સંકુલ-2  ખાતે યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે.

અપક્ષ ધારાસભ્યોએ ભાજપને આપ્યો ટેકો 
બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ થોડીવારમાં રાજ્યપાલને મળ્યા હતા. ત્રણેય અપક્ષ ધારાસભ્યો આ બાદ ભાજપને ટેકો જાહેર કર્યો છે.   ત્રણેય ધારાસભ્યો પહેલા ભાજપમાં જ હતા પરંતુ પક્ષમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

    follow whatsapp