નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: વાહનમાં આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે. આ દરમિયાન આવી ઘટના ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં બની છે. ચાલતી CNG કારમાં આગ ફાટી નીકળી હતી. જેમાં કારમાં બેઠેલો વાહન ચાલક આગને કારણે બળીને રાખ થઈ ગયો હતો. વીડિયો કેમેરામાં કેદ થયો છે.
ADVERTISEMENT
ગુજરાતના છોટા ઉદેપુરમાંથી એક ખૂબ જ ભયાનક સમાચારનો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક સીએનજી કાર જે વેગન આર હતી તે કારની અંદર અચાનક આગ લાગી હતી અને આગને કારણે વડોદરામાં રહેતો હિતેશ મહેશભાઈ પટેલ આગમાં દાઝી ગયો હતો.
આગની ચપેટમાં આવતા કાર ચાલકનું મોત
છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી હિતેશ મહેશ પટેલ વહેલી સવારે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન જિલ્લાના તેજગઢ રેલવે ફાટક પાસે તેમની મારુતિ વેગનઆરમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ભયંકર લાગી હતી કે તે પોતાની કાર માંથી બહાર નીકળી શક્યા ન હતા. જેને કારણે કાર ચાલક હિતેશ મહેશ પટેલ બળીને ખાખ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડિયો સામે આવ્યો છે. રાહદારી દ્વારા આ વિડીયો લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: શાહીબાગના ગ્રીન આર્કેડ કોમ્પલેક્ષમાં લાગી આગ, કિશોરીનું સારવાર દરમિયાન થયું મોત
ફાયર ફાઈટરની ટીમ આગ ઓલવવા માટે ત્યાં ગઈ હતી પરંતુ આગ ઓલવે તે પહેલા કારની અંદર રહેલા લોકો બળીને ખાખ થઈ ગયા હતા. કારનો ડ્રાઈવર કારની અંદર જ ગંભીર રીતે આગમાં દાઝી ચૂક્યો હતો જેને કારણે તેનું મૃત્યુ થયું છે. પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT