દર્શન ઠક્કર/જામનગર: શહેરમાં કડકડતી ઠંડીના સમયગાળા દરમિયાન રાત્રિના સમયે જાહેર માર્ગો પર સૂતા લોકો માટે જામનગર મહાનગરપાલિકાએ ખાસ કાર્ય કર્યું છે. આવા ઘરવિહોણા નાગરિકોને જામનગર મહાનગરપાલિકાની ટુકડી દ્વારા હાપા તેમજ બેડી સ્થિત શેલ્ટર હોમમાં ખસેડવામાં આવે છે. તેઓને આશ્રય આપવામાં આવે છે. કડકડટી ઠંડીની સિઝનમાં દૈનિક 30થી 40 નાગરિકો શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહ્યા છે. નોંધનીય છે કે શિયાળાને કારણે આવા લોકોને આશ્રય સ્થાન મળી શકતું નથી. ઠંડીમાં આખી રાત પસાર કરવી તેમના માટે મુશ્કેલ હોવાથી આ કાર્ય કરાઈ રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો…શું હવે ચા પણ મોંઘી થઈ જશે? પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયની અસરો જાણો…
અનોખી ઝૂંબેશ વિશે જાણો
જામનગર મહાનગર પાલિકાએ મોડી રાત્રે અનોખી ઝૂંબેશ ચાલુ કરી દીધી છે. તેઓ એસ્ટેટ, સિક્યોરિટી તથા યૂસીડી શાખાની સંયુક્ત ટીમ સાથે ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો માટે ખાસ કાર્યવાહી કરી રહ્યા છે. તેમને સીટી બસમાં બેસાડીને તેઓ શેલ્ટર હોમમાં ખસેડી રહ્યા છે. મનપા સંચાલિત આ શેલ્ટર હોમમાં લોકોને રહેવાની, જમવાની તેમજ ગરમ પાણીની સુવિધા વિના મૂલ્યે ઉપલબદ્ધ કરવામાં આવે છે. આ શેલ્ટર હોમમાં રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી, CCTV કેમેરા સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવી છે.
આ પણ વાંચો… વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લોકદરબાર યોજ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ
અમદાવાદમાં કડકડતી ઠંડીનો અનુભવ
ગુજરાતમાં હવે ઠંડીનો પગપેસારો થઈ ચૂક્યો છે. ગુલાબી બાદ કડકડતી ઠંડી શિયાળીની શરૂ થઈ ગઈ છે. તેવામાં હવે ઉત્તરાયણ પહેલા ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાય એવા અહેવાલો મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સપ્તાહ સુધીમાં ઠંડીમાં જોરદાર વધારો થઈ શકે છે. 13 જાન્યુઆરી પછી એટલે કે ઉત્તરાયણથી હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના જણાઈ રહી છે.
આ પણ વાંચો… જો આ બિલ્ડિંગમાં મકાન હશે તો પાણી,ગટર અને વીજળી બધું કપાશે જાણો કેમ…
ADVERTISEMENT