ભાવનગર: શહેરમાં ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ માં ABVPના 54મું અધિવેશન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉધઘતાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સમયે ભાવનગર એબીવીપીના કાર્યાલય મંત્રી અને અધિવેશનના સ્વાગત સમિતિના મંત્રીની જીભ લપસી હતી. તેમણે ભૂપેન્દ્ર પટેલને એબીવીપીના મુખ્યમંત્રી કહી દીધા હતા.
ADVERTISEMENT
ભાવનગરમાં ગુરુવારથી અખિલ ગુજરાત વિદ્યાર્થી પરિષદના 54માં અધિવેશનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી,સેજલબેન પંડ્યા અને શિવાભાઈ ગોહિલે પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવર્ચન સમયે ભાવનગર એબીવીપીના કાર્યાલય મંત્રીની આભારવિધિ સમયે જીભ લપસી હતી. CM ભૂપેન્દ્ર પટેલને એબીવીપીના મુખ્યમંત્રી ગણાવ્યા બાદમાં ભૂલ સ્વીકારી સોરી…સોરી…કહેતા કાર્યક્રમ સ્થળ પર હાસ્ય રેલાયું હતું. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખુદ મુખ્યમંત્રી પણ હસી પડ્યા હતા.
આજે શોભા યાત્રા યોજાશે.
આજ રોજ શોભાયાત્રા યોજાશે. જેમાં દરેક જિલ્લાના પ્રતિનિધિ પારંપરિક વેશભૂષા ધારણ કરીને ભાગ લેશે અને શોભાયાત્રાના અંતે સહકારી હાટ ખાતે જાહેર સભા યોજાશે. અંતિમ દિવસે કારોબારીની ઘોષણા કરવામાં આવશે. ત્યારબાદ સમાપન સત્ર યોજાશે. ત્રણ દિવસ દરમિયાન વિવિધ સત્રો, પ્રદર્શનની, શોભાયાત્રા, જાહેર સભા, શિક્ષણ અને સામાજિક પરિવર્તન હેતુથી આગામી વર્ષમાં દિશા પ્રદાન કરતા વિવિધ પ્રસ્તાવો પણ પાસ કરવામાં આવશે.
ધ્વજા રોહણ થી શરૂઆત કરવામાં આવી હતી
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થતિમાં પ્રદેશ અધિવેશનની શરૂઆત દર વર્ષની જેમ ધ્વજા રોહણ થી કરવામા આવી હતી. પુનઃનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડો.સંજયભાઈ ચૌહાણ અને પ્રદેશ મંત્રી કુ.યુતિબેન ગજરે દ્વારા મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજીનગરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં એક મુખ્ય ધ્વજની ફરતે અન્ય 53 જેટલા ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. ભાવનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 54મુ અધિવેશન રાજ્યનાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલએ ખુલ્લું મૂક્યું,54 મુ પ્રદેશ અધિવેશન યોજાયું. આ સંમેલનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં પ્રદેશ અને દેશનાં નેતા હાજર રહ્યાં હતા. તેમજ આ અધિવેશનમાં ગુજરાત પરના વિવિધ જિલ્લાઓમાંથી 1000 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ સંમેલનમાં ધારાસભ્ય જીતુ વાઘાણી, શીવાભાઈ ગોહિલ, સેજલ પંડ્યા સહિત આગેવાનો હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રી એ આજનાં સંમેલનને શુભેચ્છા આપતા કહ્યું કે આ સંગઠન અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે. વધુ માં તેમણે કહ્યું કે દેશ નો વિકાસ અને ભવિષ્ય યુવાનોનાં હાથમાં છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…