નર્મદા,નરેન્દ્ર પેપરવાલા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 કિલોમીટરના રોપવે માટે DPR તૈયાર કરાઈ રહ્યો છે, નેશનલ હાઇવે લોજેસ્ટિક મેનેજમેન્ટ લિમિટેડ રોપ-વે ઉપરાંત ઇન્ટર મોડલ સ્ટેશન, પોર્ટ કનેક્ટિવિટી, મલ્ટી મોડલ લોજીસ્ટિક પાર્કનું દેશમાં નિર્માણ કરી રહી છે. NHAIની 100 ટકા માલિકીની NHLM નેશનલ હાઇવે લોજેસ્ટિક મેનેજમેન્ટ લિમિટેડ ભારતમાં ઇન્ટર મોડલ સ્ટેશન,પોર્ટ કનેક્ટિવિટી,મલ્ટી મોડલ લોજીસ્ટિક પાર્ક્સ સહીત રોપ-વે બનાવવા સહિતનું કામ કરી રહી છે.
ADVERTISEMENT
રાજ્યમાં ગિરનાર રોપ વે બાદ સાબરમતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના 21 સ્થળોએ પણ 62 કરોડના ખર્ચે રોપ વે બનાવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોપ-વે માટે 2020માં બીડ મંગાવાઈ હતી.વચ્ચે નદી આવતી હોવાથી રોપવે દ્વારા એક ફેરામાં 13.80 કિમીનું રસ્તાનું અંતર રોપ વે 5 મિનિટમાં કાપશે.કેકટર્સ ગાર્ડનના લોઅર ટર્મિનલ પોઇન્ટથીં અપર ટર્મિનલ પોઇન્ટ સુધી 1.25 કિલોમીટરની રોપ વે ની લંબાઈ નક્કી કરાઇ છે.રોપ વે ની એક વ્યક્તિની પેહલા વર્ષે મહત્તમ ટીકીટ રૂપિયા 70 નક્કી કરાઇ હતી.નદીમાં વચ્ચે એક પણ ટાવર નહિ આવે.ડેમના મહત્તમ ફ્લડને ધ્યાને રાખી નદી વચ્ચેથી પસાર થતી કેબલ કારની ઊંચાઈ નિર્ધારિત કરવામાં આવી છે.
21 રોપવે પ્રોજેક્ટ માટે DPRની કામગીરી ચાલુ છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ સહિત 21 રોપ-વે પ્રોજેકટ માટે DPR બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. NHLML દ્વારા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 કીમી લાંબી અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 3 કિમી રોપ-વે બનાવવા ડિટેઇલ ડ્રાફ્ટ પ્રોજેકટ રિપોર્ટ બનાવાય રહ્યો છે. જેમાં અન્ય 19 રોપ-વે માટે પણ ડીપીઆર બનાવાઈ રહ્યો છે. જે હેઠળ 9 કિમીની બાલતાલથી અમરનાથ ગુફા, અમરકંટક, ઓમકારેશ્વર, માથેરાન, અમૃતસર સહિતના ધાર્મિક, પ્રવાસન અને સિટીના સ્થળોને આવરી લેવાયા છે. જેમાં લોઅર ટર્મિનલ પોઇન્ટ જંગલ સફારી પાર્કિંગ એરિયામાં, જ્યાં 1200 સ્કવેર મીટરમાં રોપ વે સ્ટેશન, અપર ટર્મિનલ પોઇન્ટ 2000 સ્કવેર મીટરમાં, જે હિલોક કેકટર્સ ગાર્ડન પાસે. 1200 સ્કવેર મીટરમાં સિસ્ટમ અને 800 સ્કવેર મીટરમાં ગોંડોલા ( કેબીન-ઉડન ખતોલા ) પાર્ક. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેકટર્સ ગાર્ડનનું રસ્તાથી 13.80 કિમિનું અંતર રોપ વે થી આહલાદક નજારાઓ નિહાળતા 5 મિનિટમાં નદી ઉપરથી કપાશે.
વર્ષમાં 330 દિવસ ચાલશે રોપવે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોનોકેબલ ડિટેચેબલ ગોંડોલા MDG સિસ્ટમની રોપ વે હશે.જેમાં 5 ટાવર્સ, 2 સ્ટેશન, 8.35 મીટર ટાવરોની ઊંચાઈ, 24 સેકન્ડનો કેબીનો વચ્ચે ઈન્ટરવલ, 6 મિનિટ પ્રતિ સેકન્ડની લાઇન સ્પીડ હશે. રોપ વે માં શરૂઆતમાં 12 પછી 22 કેબીન હશે, જેમાં 10 લોકો 1 કેબિનમાં બેસી શકશે, 4.36 મિનિટ વન વે ટ્રીપને સમય લાગશે.આ રોપ વે 330 દિવસ વર્ષમાં ચાલશે જેમા પ્રારંભે 800 અને પછી 1500 લોકો પ્રતિ કલાકે પસાર થશે.
ક્યા-કયા સ્થળોને રોપવેમાં આવરી લેવાયા
ઉલ્લેખનીય છે કે NHLML દ્વારા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 કીમી લાંબી અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 3 કિમી રોપ વે બનાવવા ડિટેઇલ ડ્રાફ્ટ પ્રોજેકટ રિપોર્ટ બનાવાય રહ્યો છે.જેમાં અન્ય 19 રોપ વે માટે પણ ડીપીઆર બનાવાય રહ્યો છે.જે હેઠળ 9 કિમીની બાલતાલથી અમરનાથ ગુફા, અમરકંટક, ઓમકારેશ્વર, માથેરાન, અમૃતસર સહિતના ધાર્મિક, પ્રવાસન અને સિટીના સ્થળોને આવરી લેવાયા છે.
ADVERTISEMENT