કોવિડના નવા વેરિયન્ટથી રાજ્યમાં ફફડાટ, દાહોદમાં સમીક્ષા બેઠક યોજાઈ…

શાર્દૂલ ગજ્જર/ દાહોદઃ કોરોનાનાં નવા વેરિયન્ટ સામે દાહોદ જીલ્લો તમામ આરોગ્ય સુવિધાઓ સાથે સુસજ્જ છે. ત્યારે કલેક્ટર ડો.હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની…

gujarattak
follow google news

શાર્દૂલ ગજ્જર/ દાહોદઃ કોરોનાનાં નવા વેરિયન્ટ સામે દાહોદ જીલ્લો તમામ આરોગ્ય સુવિધાઓ સાથે સુસજ્જ છે. ત્યારે કલેક્ટર ડો.હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની ઉપસ્થિતીમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે દાહોદ સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ સમગ્ર મિટિંગમાં કલેકટરથી લઈને અધિકારીઓ માસ્ક પહેરીને બેઠા હતા. જાણો શું ચર્ચા કરવામાં આવી.

ઉચ્ચ અધિકારીઓને તૈયાર રહેવા સૂચન અપાયું
કલેક્ટરે કોરોના સંક્રમણ સામેની સુરક્ષા માટે પ્રો-એક્ટિવ તૈયારીઓ કરવા તેમજ અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને સૂચના આપી હતી. જેમાં આઈ.એમ.એ. પ્રમુખ, ઝાયડસ હોસ્પિટલ સબ ડીસ્ટ્રીકટ, CHC હોસ્પિટલના અધિક્ષક અને તાલુકા હેલ્થ ઓફિસરને તમામ પ્રકારની વ્યવસ્થા કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરે કોરોના સામે લોકોએ ગભરાયા વિના માસ્ક સહિતની સાવચેતીઓ રાખવા જણાવ્યું હતું.

હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ..
રાજકોટમાં સરકારી હોસ્પિટલના સર્જન આર.એસ.ત્રિવેદીએ કહ્યું કે રાજકોટમાં કોવિડ હોસ્પિટલ પણ શરૂ કરી દેવામાં આવી છે. અહીં 100 બેડ સ્થાપિત કરાયા છે. જેમાંથી 64 બેડ ICU અને અન્ય બેડ ઓક્સિજનના છે. નોંધનીય છે કે હોસ્પિટલ તૈયાર છે અને સંક્રમણ ઓછું ફેલાય એના માટે પણ તૈયારીઓ ચાલું કરી દેવામાં આવી છે.

    follow whatsapp