સુરેન્દ્રનગર: રાજ્યમાં નર્મદા યોજના જીવાદોરી સમાન બની છે. આ દરમિયાન નર્મદાનું પણ છેવાડાના ગામડા સુધી પહોંચાડવામાં આવી છે. આ દરમિયાન સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર નાં 1200 જેટલા ગામોને પીવાનુ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પાણીનો ફોર્સ ઘટતા અને આગળ જતા શહેરી વિસ્તારોમાં પાણીની ખેંચ દેખાતા હાથ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આઠ જેટલા ખેડૂતો દ્વારા પાણીની ચોરી ઝડપાઇ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ત્યારે આ ડેમનું પાણી નર્મદાની લાઇનમાં ખેડુતો દ્વારા ખેતિ માટે ઉપયોગમાં લેવાતુ હોવાનુ ધ્યાને આવતા ચેકિંગ કરી ખાટડી,ટીકર સહિતનાં ગામાોમાં ગેરકાયદે કનેકશનો દુર કરવાની કામગીરી કરી આઠ જેટલા ખેડુતો સામે પાણીચોરી બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઇ છે.
ગેરકાયદે કનેકશનો દુર કરવાની કામગીરી હાથ ધરાઇ
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની પાઇપલાઇન થકી ગ્રામ્યવિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે હાલ પાણીની ખેંચનાં કારણે જરૂરિયાત વધારે રહેતી હોવાથી પાણી ની ધટ નિવારવા પાણી પુરવઠા વિભાગની સુચનાથી ધરતિ એન્જિનિયરિંગનાં જયપાલભાઈ રમેશચંદ્રભાઇ બારડ અને સ્ટાફ દ્વારા મૂળી તાલુકાનાં ખાટડી ગામ આસપાસમાં ચેકિંગ હાથ ધરી ગેરકાયદે કનેકશન લઇ ખેતિ માટે પાણી ઉપયોગ કરતા ખેડુતો સામે લાલ આંખ કરી ગેરકાયદે કનેકશનો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મુળી પોલીસમાં નોંધાઈ ફરિયાદ
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ માંથી સૌરાષ્ટ્ર ભરમાં પાઇપ લાઇન દ્રારા પીવાનું પાણી પોહોચાડવામાં આવે છે પરંતુ પાણીનો ફોર્સ ઘટતા અને આગળ જતા શહેરી વિસ્તારોમાં પાણીની ખેંચ દેખાતા પાણી પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા વિભાગની ટીમો એ મુળી તાલુકાના ખાટડી, ટીકર સહિતના ગામોમાં પાઇપલાઇનમાં ભંગાણ કરી ખેડુતો પાણી ચોરી કરતા હોવાનું સામે આવ્યુ હતુ. જેથી પાણી પુરવઠાવિભાગના અધિકારીઓ એ ખાટડી, ટીકર સહિતના આઠ ખેડુતો સામે પાણી ચોરીની ફરિયાદ મુળી પોલીસમાં આપી હતી.
વિથ ઈનપુટ: સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર
ADVERTISEMENT