નર્મદાઃ ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરો ઉડાવતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરવાણા ગામ ખાતે એક ટેમ્પોનાં ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આની સાથે છોટાઉદેપુર LCBએ એક ઈસમની પણ ધરપકડ કરી લીધી છે. જોકે સૌથી ચોંકાવનારી વાત તો ઈસમની રહી છે. તેણે દારૂની હેરાફેરી કરવા માટે અનોખો પ્રયોગ કર્યો હતો. જેને જોઈને બે ઘડી તો સર્ચ ટીમ પણ માથુ ખંચવાળતી રહી ગઈ હતી. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…
ADVERTISEMENT
જાણો કેવી રીતે હેરાફેરીનો જુગાડ લગાવ્યો
છોટાઉદેપુર LCB દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતો શખસ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઈસમ ચોરવાણા ગામમાંથી મરઘી લઈ જતા ટેમ્પોમાં ચોર ખાનુ બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. જોકે LCBએ તેને ઝડપી પાડ્યો અને 87 હજારના મુદ્દામાલને પણ પકડી લીધો હતો.
બુટલેગરની ગાડીનો અકસ્માત…
અગાઉ પણ ગાંધીનગરમાં બુટલેગરની ગાડીનો અકસ્માત થતા દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. આ સમયે ચ રોડ પર સ્કૂલવાન અને સ્વીફ્ટ ગાડીનો અકસ્માત થયો હતો. આ દરમિયાન 2 બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. પરંતુ સ્વીફ્ટ ગાડીની બેક સિટ અને ડેકીમાંથી દારૂની અઢળક બોટલો અને પેટી મળી આવી હતી. ત્યારે પણ અકસ્માતના કારણે હેરાફેરીનો ભાંડો ફૂટતા ચકચાર મચી ગઈ હતી.
With Input: નરેન્દ્ર પેપરવાલા
ADVERTISEMENT