જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અસાધ્ય બિમારી માટે પેલિએટીવ વોર્ડ શરૂ કરાયો, પ્રધાનમંત્રીએ કર્યું હતું સુચન

ભાર્ગવી જોશી, જૂનાગઢ: દેશ ભરમાં અનેક બીમારીઓ દસ્તક દઈ રહી છે. કેન્સર જેવી ગંભીર બીમારીએ લોકોને આર્થિક રીતે પાઈમાલ કરી રહ્યી છે. ત્યારે જૂનાગઢ સિવિલ…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: દેશ ભરમાં અનેક બીમારીઓ દસ્તક દઈ રહી છે. કેન્સર જેવી ગંભીર બીમારીએ લોકોને આર્થિક રીતે પાઈમાલ કરી રહ્યી છે. ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સર તથા અન્ય અસાધ્ય બિમારી માટે પેલિએટીવ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. અસાધ્ય રોગોમાં પીડાતા દરદી ને દરદ માં રાહત મળે અને આર્થિક બોજ ન પડે એ માટે ખાસ આ વોર્ડ શરૂ કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સૂચવ્યું હતું. જેનેણ લઈ જૂનાગઢમાં આ ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં કે દેશમાં ખાનગી દવાખાનાઓમાં ક્યાંય પણ આ સુવિધા ઉપલબ્ધ નથી. આ માત્ર ગુજરાતમાં અમદાવાદ બાદ હવે જૂનાગઢમાં  પેલિએટીવ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. અસાધ્ય રોગોમાં પીડાતા દર્દીઓને દર્દમાં રાહત મળે અને આર્થિક બોજ ન પડે એ માટે ખાસ આ વોર્ડ શરૂ કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સૂચવ્યું હતું. જેને લઈ  જૂનાગઢમાં પેલિએટીવ વોર્ડ  શરૂ કરવામાં આવ્યો છે.

 અસાધ્ય બિમારી માટે પેલિએટીવ વોર્ડ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પેલિએટીવ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં કેન્સર, ટીબી, એચઆઇવી, પેરાલીસીસી જેવી ગંભીર બિમારીઓની સારવાર મળશે. આ વોર્ડને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

2 વર્ષ પહેલા કીમોથેરાપી શરૂ કરવામાં આવી હતી
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં 2  વર્ષ પહેલા કેન્સરની બિમારી માટે કિમોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં કેન્સરના દર્દીઓને રાજકોટ, અમદાવાદ સુધી ધક્કા ન ખાવા પડે તે માટે કીમોથેરાપીની સારવાર આપવામાં આવી રહી છે. કીમોથેરાપી વધુ એક સારવાર અને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: GCMMF ની ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન કરાયા રિપીટ, સાબર ડેરીનો રહ્યો દબદબો

સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમ અને ડો અજય પરમારે જણાવ્યું હતું કે, આ વોર્ડમાં કેન્સર, ટીબી, એચઆઇવી, પેરાલીસીસ જેવી ગંભીર બિમારીમાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે. અને આવા દુઃખના દર્દીને ખૂબ જ દુઃખાવો થવો, નિંદર ન આવવી, ભૂખ ન લાગવી, થાક લાગવી, લોહી ઉડી જવું, હાથ-પગમાં સોજો આવવ, આવા દર્દીઓને આ વોર્ડમાં રાખવામાં આવશે અને સારવાર સાથે તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp