કાંઝાવલા જેવો દર્દનાક કાંડ, ટ્રકે સ્કૂટી ચાલક મહિલાને 3 KM સુધી ઢસડી; કમકમાટી ભર્યું મોત

દિલ્હીઃ કંઝાવલા કેસ પછી ઉત્તર પ્રદેશના બાંદામાં પણ દર્દનાક ઘટના સામે આવી છે. અહીં સ્કૂટી સવાર ટીચરને ટક્કર માર્યા પછી ટ્રક તેને 3 કિલોમીટર સુધી…

gujarattak
follow google news

દિલ્હીઃ કંઝાવલા કેસ પછી ઉત્તર પ્રદેશના બાંદામાં પણ દર્દનાક ઘટના સામે આવી છે. અહીં સ્કૂટી સવાર ટીચરને ટક્કર માર્યા પછી ટ્રક તેને 3 કિલોમીટર સુધી ઢસડતી રહી હતી. ત્યારપછી ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે ત્યારપછી સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના બાંદામાં એક ફાસ્ટ ટ્રકે મહિલા ટીચરને ટક્કર મારી દીધી છે. ત્યારપછી લગભગ ત્રણ કિલોમીટર સુધી એનો મૃતદેહ ઢસડાતો રહ્યો છે. આ દરમિયાન કોઈ કારણોથી ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લોકોએ ઘટના અંગે પોલીસને પણ સૂચના આપી દીધી છે. જેથી ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરાતા આગ પર કાબૂ મેળવાયો હતો.

મહિલાનો મૃતદેહ ટ્રકમાં ફસાયો..
પોલીસ પ્રશાસનના વરિષ્ઠ અધિકારી સૂચના પ્રમાણે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે ટ્રક નીચે ફસાયેલી મહિલાના મૃતદેહને કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

બાંદાના એડિશનલ એસપીએ ઘટના અંગે શું કહ્યું
એડિશનલ એસપી લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટીમાં કામ કરતી મહિલાને તેના પતિના મૃત્યુ બાદ નોકરી મળી હતી. તે લખનઉની રહેવાસી છે. આજે મહિલા કૃષિ યુનિવર્સિટીમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી હતી.

તેણે વધુમાં કહ્યું કે અમે બધા ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયરની ટીમ પણ આવી હતી. જાણવા મળ્યું છે કે મહિલાની કાર ડમ્પરમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે આગ ફાટી નીકળી હતી. મહિલાનું દર્દનાક મોત થયું છે. મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હજુ સુધી ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી નથી.

ઘટના બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો
મહિલા ક્લાર્કના મોત બાદ યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરતા રોડ બ્લોક કર્યો હતો. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિદ્યાર્થીઓને ચક્કાજામ ખતમ કરવા સમજાવ્યા હતા.

વિદ્યાર્થીઓની માંગ છે કે રસ્તા પર સ્પીડ બ્રેકર અને વીજળીની વ્યવસ્થા કરવામાં આવે. એસડીએમ સુરભી શર્મા ઘટનાસ્થળે પહોંચી, વિદ્યાર્થીઓને સમજાવ્યા અને જામ પર કાબૂ મેળવ્યો. વિદ્યાર્થીઓના હોબાળાને કારણે જામ થઈ ગયો હતો.

એસડીએમ સુરભી શર્માએ કહ્યું કે એક ઘટનામાં યુનિવર્સિટીની એક મહિલાનું મોત થયું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જામ કરી દીધો હતો. તેમની માંગણી હતી કે અહીં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે, સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે. આ તમામને કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. 10થી 15 મિનિટ સુધી રસ્તો બ્લોક કરાયો હતો, ત્યારપછીથી જ ચક્કાજામ ખુલ્લો થયો હતો.

    follow whatsapp