નડિયાદમાં કલેકટર કચેરી બહાર જ પુરુષે ઝેર ગટગટાવ્યુ, તંત્ર થયું દોડતું

હેતાલી શાહ, નડિયાદ: નડિયાદ કલેકટર કચેરીની બહાર એક 38 વર્ષીય યુવકે જંતુનાશક દવા ગટગટાવી આપઘાતની કોશીશ કરતા ચકચાર મચી જવા પામી હતી.  38 વર્ષીય પુરુષને…

gujarattak
follow google news

હેતાલી શાહ, નડિયાદ: નડિયાદ કલેકટર કચેરીની બહાર એક 38 વર્ષીય યુવકે જંતુનાશક દવા ગટગટાવી આપઘાતની કોશીશ કરતા ચકચાર મચી જવા પામી હતી.  38 વર્ષીય પુરુષને નડિયાદ શહેર મામલતદાર તાત્કાલિક નડિયાદ સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યા હાલ યુવકની હાલત સ્થીર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. તંત્રએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

ફરિયાદનું પરિણામન મળતા ભર્યું આ પગલું
મહેમદાવાદ તાલુકાના સારા ગામનો 38 વર્ષીય દિલિપ રમેશભાઈ ચૌહાણ પોતાના ખેતરમાં પાણી લઈ જવાની બાબતમાં અવાર નવાર રજુઆત કલેકટર કચેરીએ કરી હતી. યુવકે લેખીત તથા મૌખિક રજુઆતો અનેક વાર કરી હોવા છતાં કોઈ પરીણામ ન આવતા આખરે આજે કંટાળેલા દિલીપભાઈએ ખેડા જીલ્લા કલેકટર કચેરીની બહાર જંતુનાશક દવા ગટગટાવી આપઘાતની કોશીશ કરી હતી.

તપાસના આદેશ અપાયા
સરકારી તંત્રથી કંટાળી યુવકે ઝેર ગટગટાવ્યું હતું.  જેને લઈને તાત્કાલિક નડિયાદ શહેર મામલતદારની ગાડીમાં દિલીપભાઈને સારવાર અર્થે નડિયાદ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હાલમાં નડિયાદ સિવીલ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે. જો કે, હાલ તેમની સ્થિતી સ્થીર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. જોકે આ ઘટનાને લઈને જીલ્લા કલેકટર દ્વારા દિલિપભાઈની અરજી કેટલી સાચી છે તે દિશામાં તપાસના આદેશ આપવામા આવ્યા છે.

 

    follow whatsapp