કચ્છઃ ભારત – પાકિસ્તાન સમુદ્રી સીમા પાસે કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ત્યારે સરહદ પરથી ઘણા હથિયારો મળી આવ્યા છે. આની સાથે 10 પિસ્તોલ સાથે ડ્રગ્સ માફિયા પણ પકડાયા હતા. નોંધનીય છે કે અત્યારે ડ્રગ્સ અને અન્ય ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી પર ગુજરાત ATSએ ચાપતી નજર રાખી છે. અત્યારે અહીં 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી દેવાઈ છે.
ADVERTISEMENT
200 કરોડના ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ
ભારત – પાકિસ્તાન સમુદ્રી સરહદ પાસેથી કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું મોટુ ઓપરેશન સફળ ગયું છે. સરહદ પર ડ્રગ્સ સાથે હથિયાર પકડવાનું કૌભાંડ પણ મળી આવ્યું છે. આ દરમિયાન પાકિસ્તાની બોટ અલસોહલીમાંથી લગભગ 200 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડાઈ ગયો છે. આની સાથે પહેલીવાર ગુજરાતની સરહદમાં ડ્રગ્સની સાથે હથિયાર પણ મળી આવ્યા હતા.
With Input: કૌશિક કાંઠેચા
થર્ટી ફર્સ્ટે નશાખોરો સામે પોલીસની લાલ આંખ, અ’વાદમાં 200થી વધુ નાકાબંધી પોઈન્ટ
સમગ્ર ગુજરાતમાં અત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દારૂબંધી હોવા છતા રાજ્યમાં દારૂના બંધાણીઓ ખોટી હરકતો ના કરે એના માટે પણ પોલીસની ટીમો તૈનાત થઈ ચૂકી છે. શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર 200થી વધુ સ્થળે નાકાબંધી કરી દેવાઈ હોવાના મીડિયા અહેવાલો મળી રહ્યા છે. નોંધનીય છે કે આવા નબીરાઓને પકડવા માટે બ્રેથ એનલાઈઝર પણ 600થી વધુ પ્રમાણમાં વહેંચવામાં આવ્યા છે.
તસ્કરો પોલીસ ક્વાર્ટર જ લૂંટી ગયા, એક-બે નહીં 9મી વાર ચોરી કરી!
મોડાસા બાયપાસ પશુ દવાખાના પાસેના સરકારી ક્વાર્ટર્સમાં ચોરી થઈ ગઈ છે. મોડી સાંજે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી દીધો છે. નોંધનીય છે કે અત્યારે ગુજરાતમાં અવાર નવાર સરકારી ક્વાર્ટર્સમાં પણ ચોરી થતી હોવાનું સામે આવતું રહે છે. વળી અહીંની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં સરકારી ક્વાર્ટર્સમાં ચોરીની આ 9મી ઘટના બની ગઈ છે. ત્યારે અહીં રહેતા સ્થાનિકોમાં ફફડાટ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT