ગુજરાતમાં ‘રાજા હિન્દુસ્તાની’ જેવી લવ સ્ટોરી, અમેરિકાથી ફરવા આવેલ યુવતીએ ગુજરાતના ડ્રાઈવર સાથે કર્યા લગ્ન

નવી દિલ્હી: અમેરિકાથી ગુજરાત આવેલી એક NRI મહિલા રવિવારે તેના વતન ગામમાંથી જાણ કર્યા વિના ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની શોધખોળ બાદ પણ મહિલા ક્યાંય…

gujarattak
follow google news

નવી દિલ્હી: અમેરિકાથી ગુજરાત આવેલી એક NRI મહિલા રવિવારે તેના વતન ગામમાંથી જાણ કર્યા વિના ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની શોધખોળ બાદ પણ મહિલા ક્યાંય મળી ન હતી. આ ઘટનાને લઈ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી તો એક વકીલે લગ્નનું પ્રમાણપત્ર રજૂ કર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર બંનેનો સંપર્ક થયો હતો. બંને એકબીજાને ફેસબુક પર મળ્યા હતા.

વાસ્તવમાં ગુજરાતના બારડોલીમાં આવેલી એક NRI મહિલાએ તેના પરિવારજનોને જાણ કર્યા વગર ડ્રાઈવર સાથે લગ્ન કર્યા હતા. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ મહિલા ક્યાંય ન મળી આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી, ત્યારબાદ એક વકીલે મહિલા સાથે ડ્રાઈવરનું મેરેજ સર્ટિફિકેટ પોલીસને જમા કરાવ્યું, જેના પછી મામલો સામે આવ્યો.

કેન્સાસમાં મહિલા બે મોટેલ ચલાવે છે
ડ્રાઈવર સાથે પરણેલી મહિલા યુએસમાં મોટેલ ચલાવે  કરે છે. જ્યારે 24 વર્ષીય પુરુષ કો-ઓપરેટિવમાં ડ્રાઈવર છે. અમેરિકાથી પોતાના ગામ આવેલી NRI મહિલાએ તે ડ્રાઈવર સાથે લગ્ન કર્યા છે. વકીલ દ્વારા રજૂ કરાયેલ પ્રમાણપત્રથી વિગતો બહાર આવી છે. મહિલાએ હજુ સુધી તેના પરિવારના સભ્યો સાથે કોઈ સંપર્ક કર્યો નથી.

મહિલા છેલ્લા 10 વર્ષથી અમેરિકાની નાગરિકતા ધરાવે છે 
મહિલાનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ તે તેના પરિવાર સાથે અમેરિકા  જતી રહી હતી. મહિલાને લગભગ દસ વર્ષથી અમેરિકાની નાગરિકતા મળી છે. મહિલાના પિતા યુ.એસ.માં પાંચ મોટેલ ધરાવે છે જેમાંથી બે મોટેલ મહિલા ચલાવે છે. તે છેલ્લા ઘણા સમયથી ભારત આવી નહોતી પરંતુ તેના માતા-પિતા 2018માં ભારત આવ્યા હતા.

મહિલાએ ફેસબુક પર ડ્રાઇવર સાથે મિત્રતા કર્યા બાદ તે પુરુષ સાથે સતત સંપર્કમાં રહી હતી. જ્યારે મહિલા 15 દિવસ પહેલા પરિવાર સાથે વતન ગામ પહોંચી ગઈ છે. એક દિવસ તે જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ પણ કંઈ ન મળતાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો એક વકીલે ડ્રાઈવર અને અમેરિકન મહિલાના લગ્નનું પ્રમાણપત્ર પોલીસને જમા કરાવ્યું. જો કે, રવિવારે ઘરેથી નીકળ્યા બાદ મહિલા હજુ સુધી તેના પરિવારના સભ્યોના સંપર્કમાં આવી નથી. આ ઘટના ભારતની હિન્દી ફિલ્મ રાજા હિન્દુસ્તાનીની યાદ અપાવે છે.

    follow whatsapp