ગાંધીનગરઃ અત્યારે અવારનવાર ગાંધીનગરમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા વેગવંતી થઈ છે. ત્યારે અગાઉ 2-3 દિવસ પહેલા ગાંધીનગર સચિવાલયમાં દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે બીજી બાજુ હવે આજે અક્ષરધામ પાછળના બંધ મકાનમાં દીપડો હોવાની વાત સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ થયો છે. અત્યારે પોલીસ અને ફોરેસ્ટ ઓફિસર સતર્ક થઈ ગયા છે. અહીં દીપડો છે કે નહીં એની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
સર્ચ ટીમ તૈનાત…
સેક્ટર 20ના બંધ મકાનોમાં દીપડો મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સેક્ટર 20ના બંધ પડી રહેલા મકાનમાં દીપડો હોવાનું સામે આવ્યું છે. અત્યારે અહીં પોલીસ અને ફોરેસ્ટના જવાનો પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અક્ષરધામની પાછળના ભાગમાં દીપડો દેખાયો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.
અગાઉ 2018માં પણ સચિવાલયમાં દીપડો ઘુસ્યો હતો
નોંધનીય છે કે, આ પહેલા વર્ષ 2018માં પણ સચિવાલયમાં દીપડો ઘુસ્યો હતો. ત્યારે વન વિભાગની 10 જેટલી ટીમોએ પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂક્યા હતા. ગેટ પર સીસીટીવીમાં દીપડો દેખાતા સચિવાલયમાં પણ રજા જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે હવે ફરી એકવાર દીપડાએ સચિવાલયમાં દેખા દીધી હોવાની વાત સામે આવતા તંત્ર દોડતું થયું છે.
ADVERTISEMENT