ધરાર પ્રેમ… રિલેશનશિપમાં ન રહેતા જિમ ટ્રેનરે આપી એસિડ એટેકની ધમકી

હેતાલી શાહ, નડિયાદ: આજકાલ એકતરફી પ્રેમના કિસ્સાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે ત્યારે નડિયાદમાં ધરાર પ્રેમી અને વિકૃત જિમ ટ્રેનરે યુવતીને એસિડ એટેકની ધમકી આપી…

gujarattak
follow google news

હેતાલી શાહ, નડિયાદ: આજકાલ એકતરફી પ્રેમના કિસ્સાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે ત્યારે નડિયાદમાં ધરાર પ્રેમી અને વિકૃત જિમ ટ્રેનરે યુવતીને એસિડ એટેકની ધમકી આપી છે. જિમ ટ્રેનરે  યુવતીને રિલેશનશિપમાં દબાણ કરતાં કહ્યું કે, જો તુ મારી સાથે રીલેશનશીપમાં નહી રહે તો હું તારા ચહેરા પર એસિડ નાખીશ.

નડિયાદમાં દેરી રોડ પર TGB હોટલ પાસે આવેલ ચેલેન્જર જિમના ટ્રેનરે ભરત નાટ્યમની શિક્ષિકાને વારંવાર પજવણી કરતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મિત્રતાના સંબંધ રાખવા જિમ ટ્રેનર યુવક શિક્ષિકાને દબાણ કરતો હતો. જિમમાં એક્સસાઇઝ કરવા જતાં શિક્ષિકા અને જિમ ટ્રેનરનો પ્રેમ સંબંધ બંધાયો. થોડા દિવસો બાદ યુવતીને પાછળથી માલુમ પડ્યું હતું કે, જિમ ટ્રેનર પોતે પરિણીત છે. આથી યુવતીએ આ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યો હતો. આમ છતાં પણ મિત્રતાના સંબંધ રાખવા જીમ ટ્રેનર શિક્ષિકાને દબાણ કરવામાં આવતું હતું. યુવતી સાથે વાત કરવા વિકૃત જિમ ટ્રેનર શાળાના લેન્ડલાઈન તથા 5 જુદા જુદા નંબરો‌ મારફતે યુવતીને ફોન કરી પજવણી કરતો હતો.

યુવતીએ ત્રણ વખત બદલ્યા નંબર
જિમ ટ્રેનર યુવાનનો ત્રાસ અસહ્ય વધતાં કંટાળેલી શિક્ષિકા યુવતીએ પોતાના લગભગ ત્રણેક ફોન નંબરો બદલ્યા આમ છતાં પણ આ જિમટ્રેનર તેણીનો પીછો છોડતો ન હતો. અને ગમે ત્યાંથી યુવતીનો નંબર મેળવી તેણીને વારંવાર ફોન કરી મિત્રતાના સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતીને રિલેશનશીપમાં દબાણ કરતાં કહ્યું કે, જો તુ મારી સાથે રીલેશનશીપમાં નહી રહે તો હું તારા ચહેરા પર એસિડ નાખીશ.જિમનો ટ્રેનર વિકૃત માનસિકતા ધરાવતો હોવાના કારણે કંટાળેલી યુવતીએ સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

    follow whatsapp