અમરેલીમાં સિંહોનું ટોળું જોવા મળ્યું, વીડિયો વાઈરલ થતા ચર્ચાઓનો અંત!

અમરેલીઃ છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં સિંહોનું ટોળું હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ આ વચ્ચે કોઈ સ્પષ્ટ માહિતી ન હોવાથી આ માત્ર એક અફવા હોવાનું…

gujarattak
follow google news

અમરેલીઃ છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં સિંહોનું ટોળું હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ આ વચ્ચે કોઈ સ્પષ્ટ માહિતી ન હોવાથી આ માત્ર એક અફવા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું. જોકે હવે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં રોડ પર 10 સિંહોનું ટોળું જોવા મળી રહ્યું છે. તેથી અમરેલીમાં આ ટોળું ફરતુ હોવાની માહિતી સાચ્ચી સાબિત થઈ છે.

આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ

વનરાજ શિયાળામાં ચાલવા નીકળ્યા
સિંહોનું ટોળુ શિયાળામાં કડકડતી ઠંડી દરમિયાન લોન્ગ વોક કરવા માટે નીકળ્યું હતું. આ દરમિયાન પાછળથી આવતા વાહન ચાલકે આ ટોળાનો વીડિયો બનાવી લીધો હતો. જે મોબાઈલમાં કેદ કરતાની સાથે જ આ ક્લિપ ગણતરીના કલાકોમાં વાઈરલ થવા લાગી હતી.

આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર

વાઈરલ વીડિયો ક્યાંનો છે!
સિંહોનું ટોળુ અત્યારે ક્યાં ફરી રહ્યું છે. તે વાઈરલ વીડિયોના આધારે જોવા મળી શકે છે. આ વીડિયો રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ગુજરાત તક આ વાઈરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

With Input: હિરેન રવિયા

    follow whatsapp