શાર્દૂલ ગજ્જર/ગોધરાઃ ગોધરા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજે ગોધરાના મંદિરમાં શાક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં 52 મણ રીંગણનું શાક બનાવીને શાક ઉત્સવ કરવામાં આવ્યો હતો. તેમજ તેની સાથે બાજરીના રોટલા બનાવાયા હતા. જેનો લોટ પણ મંદિરમાંથી આપવામાં આવ્યો હતો. દરેક બહેનો પોતાની મરજી મુજબ એક કિલો, બે કિલો, પાંચ કિલો એમ લોટ લઈ જઈને ઘરેથી રોટલા બનાવીને લાવતા હતા. આ રોટલા દરેક ઘરમાંથી મંદિરમાં આવે છે, ત્યારબાદ તેના પર ઘી ચોપડવામાં આવે છે.
ADVERTISEMENT
શાકઉત્સવની તૈયારીઓ…
એક રોટલામાંથી ચાર ટુકડા કરવામાં આવતા હતા. સાંજે મંદિરની વાડીમાં કાચિયા સમાજનું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કીર્તન કર્યા બાદ તેને પ્રસાદી રૂપે લેવામાં આવે છે. આ દરમિયાન ભઠ્ઠા ગોળ રીંગણનું શાક બનાવવામાં આવે છે. આ રીંગણમાં કોઈપણ પ્રકારના બિયા નથી હોતા અને એક રીંગણ એક કિલોથી લઈને ત્રણ કિલો સુધીનું મોટું ગોળ હોય છે. તેને સુધારવા માટે પણ સમાજની બહેનો જ કામ કરતી હોય છે.
મંદિરોમાં શાકઉત્સવનું આયોજન…
સુધાર્યા પછી તેને ઘીમાં તળવામાં આવે છે. ત્યારબાદ તેમાં પૂરતા તેજાના કાજુ બદામનો મસાલો કર્યા બાદ તેનું શાક તૈયાર કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દર વર્ષે એક વાર શાક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જે પણ ગામોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વસેલો છે તે મંદિરોમાં શાક ઉત્સવ અવશ્ય યોજવામાં આવે છે.
ગુજરાત તક સાથે વાત કરતા નિમિષાબેને કહ્યું કે વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. સ્વામિનારાયણ ભગવાનની આ પ્રથા ને ગુજરાતના દરેક લોકો શાક ઉત્સવની રાહ જોઈને બેઠા હોય છે. લોકો મનમાં આનંદ ઉમંગ અને ઉલ્લાસ લઈને આ શાક ઉત્સવની તૈયારીઓમાં લાગેલા હોય છે.
ADVERTISEMENT