રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સના દૂષણ સામે પોલીસ તંત્ર લડી લેવાના મૂડમાં છે. રાજ્યમાં ડ્રગ્સને લઈ પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે. આ દરમિયાન હવે રાજકોટમાં ડ્રગ્સને લઈ અલગ કિસ્સો સામે આવ્યો છે. અગાઉ ક્રિકેટર પતિ સાથે નશો કરતી ઝડપાઈ હતી ત્યારે સુધરવું હોવાનું કહેતા પોલીસે હળવી કાર્યવાહી કરી હતી,પણ સુધરી જ નહીં તે જ યુવતિ હવે ડ્રગ્સ સાથે ઝડપાઇ છે.
ADVERTISEMENT
રાજકોટ પોલીસ ડ્રગ્સને લઈ એકશન મોડ પર છે. ત્યારે પોલીસને બાતમી મળતા રેસકોર્સ બગીચામાં આવેલા પ્રમુખસ્વામી પ્લેનેટોરીયમ બહાર વોચ ગોઠવી દીધી હતી. બરાબર તે વખતે અમી સોલેરા એક્ટીવા પર પસાર થતા એસઓજીએ તેને અટકાવી તલાસી લેતાં જીન્સ પેન્ટના પોકેટમાંથી ઉપરાંત તેના એક્ટીવાની ડેકીમાંથી કુલ 12.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, વેક્યુમ કોથળીઓમાંથી મળી આવ્યું હતું. જેની કિંમત પોલીસે રૂા. 1,23,600 ગણી હતી. અમી પાસેથી તેનો આઈફોન, એક્ટીવા અને વજન કાંટો વગેરે મળી કુલ રૂ.1,78,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ડ્રગ્સ લેનારના નામ મેળવવા કાર્યવાહી હાથ ધરી
પ્રાથમિક પુછપરછમાં અમીએ આ ડ્રગ્સ રામનાથપરાનાં જલાલબાપુ નામના શખ્સ પાસેથી લઇ આવ્યાની કબૂલાત આપી છે જેથી પોલીસે હવે જલાલબાપુની શોધખોળ શરૂ કરી છે. અમીના ગ્રાહકો કોલેજીયન યુવાનો, છાત્રો અને નબીરા હોવાની માહિતી એસઓજીને મળી છે. પોલીસે ગ્રાહકોના નામો મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
અમી ડ્રગ્સ પેડલર તરીકે કરતી હતી કામ
અમીની આગવી ઢબે પૂછપરછ કરાતા અનેક યુવાનોને ડ્રગ્સના નર્કમાં ઘુસાડનાર કહેવાતો ફ્રૂટનો વેપારી જલ્લાલુદ્દીન મેફેડ્રોન સપ્લાય કરતો હોવાનું ખુલ્યું હતું. અમી પેડલર તરીકે કામ કરતી અને માલેતુજાર પિતાના નબીરાઓ, કોલેજીયન યુવક-યુવતીઓને ડ્રગ્સ પહોંચાડતી હતી. તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ કરશે.
પતિ સાથે ડ્રગ્સ લેતી ઝડપાઇ હતી
બે વર્ષ પહેલા વર્ષ2021માં અમી અને તેનો ક્રિકેટર પતિ સાથે રેસકોર્સ રોડ પરની એક હોટલમાંથી ડ્રગ્સ સાથે પકડાયા હતા.આ દરમિયાન ક્રિકેટરની માતાએ જાહેરમાં આવી સુધા ધામેલીયા નામની ડ્રગ્સ સપ્લાયરે તેના પુત્ર અને પુત્રવધૂને ડ્રગ્સના રવાડે ચડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે અમીએ ડ્રગ્સની લતમાંથી બહાર નિકળવા માગતી હોવાનું પોલીસ ખાતામાં ભરતી થવા માંગતી હોવાનું કહ્યું હતું. જેને કારણે તે વખતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને દયા આવી જતા અમીને પોલીસની ભરતી માટેની ટ્રેનીંગ આપવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: ‘2047નો રોડ મેપ છે કેન્દ્રીય બજેટ’ ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?- Video
રાજકોટ પોલીસે લીધી હતી દતક
અગાઉ ડ્રગ્સ સાથે પકડાયા પછી અમી પોલીસ ફોર્સ જોઈન કરવા તૈયારી કરતી હતી. તેનું જીવન સુધારવા પોલીસે પણ પ્રયત્નો કર્યા અને તેણીને રાજકોટ પોલીસે દત્તક લીધી હતી. પોલીસ હેડ કવાર્ટરના ગ્રાઉન્ડમાં જ અમી ફિઝિકલ ટેસ્ટની તૈયારી કરતી હતી. જોકે પોલીસના પ્રયત્નો છતાં તે સુધરી નહોતી આ અને ડ્રગ્સની લતમાંથી પેડલર બની ગઈ હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT