મોડાસાઃ આગ લાગવાની ઘટના અવાર નવાર બનતી હોવાનું સામે આવી રહ્યું હોય છે. તેવામાં મોડાસા નજીક વોલવા ગામ ખાતે આગ લાગી ગઈ છે. જેના કારણે પશુપાલક પરિવારના ઘરે આભ ફાટ્યું હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક વિગતો પ્રમાણે રાતના સમયે મકાનમાં આગ લાગી ગઈ હતી. જેમાં ઘાસચારો અને ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
આગનું કારણ અકબંધ રહ્યું..
મોડાસા નજીકના વોલવા ગામે રહેણાંક વિસ્તારમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે આમાં ઘરવખરી તેમજ ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો. અહીં રહેતા પરિવારના માથે આભ ફાટી જતા સ્થિતિ કફોડી બની હતી. આ દરમિયાન પશુપાલક પરિવારની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પણ રાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
આગનું કારણ અકબંધ..
પ્રાથમિક માહિતી પ્રમાણે આગ રાતના સમયે લાગી હતી. અચાનક ફાટી નીકળેલી આગના કારણે અફરા તફરી મચી ગઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવી શક્યું નથી. જોકે સ્થાનિક તલાટી અને સરપંચ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT