અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી હતી. હાલમાં આ આગ કાબૂ મેળવવામાં આવ્યો છે. આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં સારવાર માટે મોકલવામાં આવેલી એક કિશોરીનું મોત થયું હતું.
ADVERTISEMENT
અમદાવાદના શાહીન બાગ વિસ્તારમાં આગ લાગી છે. આ ઘટનામાં શરૂઆતમાં 2 ભાઈ ફસાયા હતા. આગ ઓલવવા માટે ફાયરની કુલ 10 થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ તેમજ ટીમ સાથે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને આગ લાગવાનું કારણ અકબંધ છે. આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બિલ્ડિંગમાંથી એક કિશોરીને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. સારવાર માટે ખસેડવામાં આવી હતી. આગની ઘટનામાં કુલ પાંચ લોકો ફસાયા હતા. જેમાં કિશોરીનું સારવાર દરમિયાન મોત થયું છે.
આગ લાગવાનું કારણ અકબંધ
ગિરધર નગર સર્કલ પાસે આર્કેડ ગ્રીનમાં આગની ઘટના સામે આવી છે. બિલ્ડીંગના પાંચમા માળે આગ લાગી છે. B73મા આગ લાગી હતી. આ આગની ઘટનામાં એક કિશોરીનું મોત થયું છે. જ્યારે ઘરના અન્ય સભ્યોનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતા ફાયરની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આગ પર કાબૂ લેવામાં આવ્યો છે. ત્યારે આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણી શકાયુ નથી. આગનું કારણ અકબંધ છે.
આ પણ વાંચો: ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી, ભૂપેન્દ્ર પટેલને ABVPના મુખ્યમંત્રી ગણાવ્યા
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT