નડિયાદ નગરપાલિકાના ઓટો વિભાગની કચેરીમાં આગ ભભૂકી, તમામ જરૂરી ડોક્યુમેન્ટ બળીને ખાખ

હેતાલી શાહ, નડિયાદ:  નગરપાલિકામાં આવેલ ઓટો વિભાગની ઓફિસમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગની જાણ થતા નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી…

gujarattak
follow google news

હેતાલી શાહ, નડિયાદ:  નગરપાલિકામાં આવેલ ઓટો વિભાગની ઓફિસમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગની જાણ થતા નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ઓટો વિભાગની ઓફિસમાં આગ લાગવાને કારણે ઓફિસના તમામ ડોક્યુમેન્ટ સહિત ફર્નિચર બળીને ખાખ થઈ ગયા. આગ મોડી રાત્રે લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

નડિયાદ નગરપાલિકા કચેરીમાં આવેલ ઓટો વિભાગની ઓફિસમાં એકાએક આગ લાગવાની ઘટના બની. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને આગ પર કાબુ મેળવ્યો હતો. પાલિકાની ઓટો વિભાગની ઓફિસમાં આગ લાગવાને કારણે ઓટો વિભાગના લગતા તમામ રેકોર્ડ, હિસ્ટ્રી રજીસ્ટર, લોગ સીટ , આરસીબુક સહિત ફર્નિચર બળીને થાક થઈ ગયું. આ આગ મોડી રાત્રે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
શટર ખોલ્યા તો ચારે બાજુ આગ
ઓટો વિભાગના એન્જિનિયર દીપકભાઈ બારોતે આ ઘટનાને લઈ કહ્યું કે, મને સવારમાં 7:30 ના આસપાસ મારા ડ્રાઇવર મારફતે જાણ કરવામાં આવી કે નગર પાલિકામાં આપણા વિભાગની કચેરીમાં જે રૂમ ફાળવવામાં આવી છે તેમાં અંદર આગ હોય એવું જણાતું હતું.  હું તાત્કાલિક રૂબરૂ પોહચ્યો, તો મે જોયુ કે રૂમની બધી બારીયો સળગતી હતી.  નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી, ફાયર વિભાગની ટીમ તાત્કાલિક આવીને રૂમનું તાળું તોડીને શટર ખોલ્યા તો ચારે બાજુ આગ પ્રસરેલી હતી.
મહત્વના ડોક્યુમેન્ટ્સ બળીને ખાખ 
જે રૂમમાં આગ લાગી હતી જેમાં પાલિકાના તમામ વાહનના ડોક્યુમેન્ટ્સ, જે ખૂબ જ અગત્યના ડોક્યુમેન્ટ્સ હતા. બંને તિજોરી પ્લસ અમારી પાસે રાખવામાં આવેલો જૂની હિસ્ટ્રી રજીસ્ટરો, વાહનોના મેન્ટેનન્સ કરેલા હોય એ તમામ જાતના હિસ્ટ્રી રજીસ્ટરો, લોગ સીટો, ડિઝલ રજીસ્ટરો તથા તમામ સાહિત્યના પુરાવાઓ અમારાથી બચાવાયા તેટલા પ્રયત્ન કર્યા છે. બાકી તમામ નષ્ટ થઈ ગયા છે. જે નવા વાહનો છે તેની આરસી બુકો બહાર હતી જે બચી ગઈ છે. પરંતુ જે અંદર તિજોરીમાં મુકેલ જુના વાહનો છે, તેની જે આર સી બુક, લોગ સીટો, તમામ જાતની હિસ્ટ્રી રજીસ્ટરો જેને મેન્ટેન કરીને અમે રેગ્યુલર દર મહિને મેન્ટેન કરતા હતા, તેવી લોગ સીટો તેના સાહિત્ય તેના હિસ્ટ્રી રજીસ્ટર તેના સ્પેરપાર્ટ રજીસ્ટરો તે બધા નાશ થઈ ગયા છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક, જંત્રી અને બજેટ અંગે થઈ શકે છે ચર્ચા

    follow whatsapp