પાટણમાં કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરી, વેપારીઓને મોટાપાયે નુકસાન પહોંચ્યું

પાટણઃ  તિરૂપતિ માર્કેટના ગોળાઈમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કાપડના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં આગ લાગવાના…

gujarattak
follow google news

પાટણઃ  તિરૂપતિ માર્કેટના ગોળાઈમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કાપડના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં આગ લાગવાના કારણે કાપડનો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે વેપારીઓને આનાથી મોટુ નુકસાન પહોંચ્યું છે. જોકે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એટલું જ નહીં તેમણે મહામહેનત પછી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

કાપડના ગોડાઉનમાં લાગી આગ
પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલા તિરુપતિ માર્કેટના અંદરના ગોળાઈના ભાગે આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફલોર પર આવેલા કાપડના ગોડાઉનમાં બુધવાર મોડી સાંજે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને તિરુપતિ માર્કેટના વેપારીઓમાં અફરા તફરી મચી જવા પામી હતી.

ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરાઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી દીધો હતો. ત્યારપછી ઘણા સમયગાળા બાદ મહા મુસીબતે કાપડના ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. જેથી વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. જોકે રિપોર્ટ્સ પ્રમાણે આગ લાગવાને કારણે વેપારીઓને મોટાપાયે નુકસાન થયું છે.

With Input- Vipin Prajapati

    follow whatsapp