અમદાવાદઃ જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી ગઈ છે. નોંધનીય છે કે આગ લાગવાની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી દીધી છે. તો બીજી બાજુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગ લાગવાના કારણે અહીં 2 લોકોના મોત નીપજ્યા છે. અત્યારે 2 એમ્બ્યુલન્સ અને 4થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગને કાબુમાં લેવાના પ્રયત્નો ચાલુ છે.
ADVERTISEMENT
ગૂંગળામણના કારણે મોત…
મીડિયા રિપોર્ટ્સના આધારે હોસ્પિટલની વાત કરીએ તો આગ લાગવાના કારણે ધુમાડાઓ ફેલાઈ ગયા હતા. જેને લઈને પતિ અને પત્ની કે જેઓ હોસ્પિટલમાં દેખરેખ રાખતા હતા તેમના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આગ લાગવાની ઘટના મોડી રાત્રે બની હોવાનું સામે આવી રહ્યું છે.
ફાયર બ્રિગેડની ટીમે ઘટનાક્રમ વર્ણવ્યો..
અહેવાલો અનુસાર ફાયર બ્રિગેડની ટીમે કહ્યું કે તેઓ જ્યારે અહીં હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે આગની જ્વાળાઓ કરતા પણ વધુ માત્ર ધુમાડાઓ જ જોવા મળ્યા હતા. ત્યાર પછી આગ પર કાબૂ મેળવીને અમે હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં પલંગ પર એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળ્યો હતો.
ADVERTISEMENT