સિંહોના રહેઠાણ ગણતા વિસ્તારમાં લાગી વિકરાળ આગ, ખાંભાના ડુંગરો ભડકે બળ્યા

અમરેલીઃ સિંહોના રહેઠાણમાં આગ લાગવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. અમરેલી-ખાંભા નજીક સિંહોનું રહેઠાણ ગણાય છે. ત્યાનાં આસપાસના ડુંગરોમાં વિકરાળ આગ લાગી ગઈ છે. જેને…

gujarattak
follow google news

અમરેલીઃ સિંહોના રહેઠાણમાં આગ લાગવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. અમરેલી-ખાંભા નજીક સિંહોનું રહેઠાણ ગણાય છે. ત્યાનાં આસપાસના ડુંગરોમાં વિકરાળ આગ લાગી ગઈ છે. જેને લઈને સ્થાનિકોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અત્યારે મામલતદાર સહિત સ્ટાફ ઘટનાસ્થળ તરફ કૂચ કરી બેઠો છે. સિંહોનાં વિસ્તારમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે તંત્ર સફાળું જાગી ગયું છે.

સિંહોના રહેઠાણમાં લાગી આગ…
અમરેલી-ખાંભા નજીક સિંહોનું રહેઠાણ ગણાય છે. જ્યાં ખાંભાનાં નાનુડી રેવન્યુંનાં ડુંગરોમાં વિકરાળ આગ લાગી ગઈ છે. અહીં અત્યારે આ સમગ્ર ઘટનાક્રમના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના વાદળો વાતાવરણમાં પ્રસરતા જોવા મળી રહ્યા છે.

આગ પર કાબૂ મેળવવા પ્રયાસો…
ખાંભા મામલતદાર સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. અત્યારે આગ પર કાબૂ મેળવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આની સાથે સ્થાનિકો પણ મદદે આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

With Input: હિરેન રવિયા

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp