સુરતમાં હાઈસ્કૂલ સામે સીટી બસ ભડકે બળી, નજીકના પતંગ મંડપમાં પણ આગ લાગતા અફરા તફરી મચી ગઈ

સુરતઃ ઓલપાડના સાયણમાં સીટી બસમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી છે. સાયણની ડીઆરજીડી હાઈસ્કુલ સામે આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે અત્યારે…

gujarattak
follow google news

સુરતઃ ઓલપાડના સાયણમાં સીટી બસમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી છે. સાયણની ડીઆરજીડી હાઈસ્કુલ સામે આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે અત્યારે ભાગ દોડ મચી જવા પામી છે. અત્યારે આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. જોકે ગણતરીની મિનિટોમાં આગ બળીને રાખ થઈ ગઈ હતી. બસની નજીક આવેલા પતંગના મંડપમાં પણ આગ લાગી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા.

હાઈસ્કુલ સામે સીટી બસમાં લાગી આગ
ઓલપાડના સાયણમાં સીટી બસમાં આગ લાગતા અફરા તફરી થઈ ગઈ હતી. સાયણની ડીઆરજીડી હાઈસ્કૂલ સામે આ ઘટનાબની હતી. જેને લઈને તાત્કાલિક ધોરણે બસ ખાલી કરી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા હતા. આ આગ લાગવાની ઘટનાને કારણે સીટી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસની નજીક જે પતંગ મંડપ હતો તેમાં પણ આગ પ્રસરી ગઈ હતી.

With Input: સંજયસિંહ રાઠોડ

જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી, મોંઘી ટિકિટો પર મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા સામે ત્રણ વન-ડે શ્રેણી તેમના જ ઘરમાં રમી રહી છે. આ સીરિઝ હેઠળ છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટની કિંમત ઘણી વધારે રાખવામાં આવી છે. આ મોંઘી ટિકિટોના કારણે કેરળની રાજ્ય સરકાર ટીકાનો સામનો કરી રહી છે. પરંતુ આ દરમિયાન કેરળના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી અબ્દુર્રહિમે વિવાદાસ્પદ નિવેદન આપીને મોંઘવારીની આગને ભડકાવી દીધી છે. રમતગમત મંત્રીએ કહ્યું છે કે ભૂખે મરતા લોકોએ મેચ જોવાની જરૂર નથી.

ઉત્તરાયણ પહેલા જાણો કે પંતગ ચગાવવા પૂરતો પવન ફૂંકાશે કે નહીં, હવામાન વિભાગે કહ્યું કે…

ઉત્તરાયણ રસિકોમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વખતે સારો પવન ફૂંકાઈ શકે છે. પતંગ રસિકો ઉત્તરાયણની મોજ માણી શકે છે. એટલું જ નહીં જોકે આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે ઠંડી પડવાની સંભાવના પણ જોવા મળી રહી છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર પડશે એના પર પણ નજર કરીએ.

    follow whatsapp