Banaskantha News: બનાસકાંઠામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 5 વર્ષનું બાળક ગાડીમાં લોક થઈ જતાં શ્વાસ રુંધાતા બાળકનું મોત થયું છે. 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT
અવાવરું ગાડીમાં બેસી ગયો બાળક
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગણેશપુરામાં 5 વર્ષીય નિક્ષીક દવે ઘરની બહાર રમતો હતો. આ દરમિયાન રમતા-રમતા તે ઘરની નજીક 2 વર્ષથી પડેલી અવાવરું ગાડીમાં બેસી ગયો હતો. નિક્ષીકના ગાડીમાં બેસ્યા બાદ ગાડીનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો.
હોસ્પિટલમાં ડોક્ટરે જાહેર કર્યો મૃત
નિક્ષીક દવે ઘરની આસપાસ ન દેખાતા માતા સહિત આજુબાજુના લોકોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન નિક્ષીક અવાવરું ગાડીમાંથી cળી આવ્યો હતો. જે બાદ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. નિક્ષીક રમતા-રમતા અવાવરું ગાડીમાં બેસી ગયો હતો. જે બાદ ગાડીનો દરવાજો અંદરથી લોક થઇ ગયો હતો. બે કલાક કરતાં વધુ સમય સુધી દરવાજો નહીં ખુલતા શ્વાાસ રુંધાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું.
પરિવારમાં છવાયો માતમ
પાલનપુરના ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા પરિવારનો એકના એક પુત્રના મૃત્યુથી શોકમાં ગરકાવ થયો છે. પતિ સાથે છૂટાછેડા થયા બાદ નિક્ષીકની માતા તેના પિતાના ઘરે રહેતી હતી. હાલ એકના એક દીકરાના અવસાનથી પરિવારજનો ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા છે.
ADVERTISEMENT