અરવલ્લીઃ મેઘરજ ઝરડા પ્રાથમિક શાળા પાસે ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે આસપાસથી કોઈ વાહન પસાર થતા પહેલા પણ વિચાર કરતા હતા. એટલું જ નહીં આ ગાડીમાં ગણતરીની સેકન્ડોમાં ગાડી બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
ડ્રાઈવરનો આબાદ બચાવ
મેઘરજ ઝરડા પ્રાથમિક શાળા જોડા ગાડીમાં આગ લાગી જવાની ઘટના સામે આવી છે. ગાડીમાં સવાર ડ્રાઈવરનો આમાં આબાદ બચાવ થયો છે. નોંધનીય છે કે ગણતરીની સેકન્ડોમાં ગાડી ભડકે બળવા લાગી હતી. આગ લાગવાના કારણે ગાડીમાંથી ધુમાડાના કાળા વાદળો ઘેરાઈ ગયા હતા.
શોર્ટ સર્કિટના કારણે લાગી આગ..
ગાડીમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. આના કારણે અંદર બેઠેલો ડ્રાઈવર પણ તાત્કાલિક ધોરણે બહાર આવી ગયો હતો. જો થોડા ક્ષણ પણ આગળ પાછળ થયા હોત તો ગાડી ભડકે બળી ગઈ હોત. પ્રાથમિક માહિતી પ્રમાણે વાઘમહુડી ગામનો કાર ચાલક હોવાનું સામે આવ્યું છે.
With Input: હિતેશ સુતરિયા
રાજ્યમાં ઠંડીનો ચમકારો શાંત થયો, ઠંડા પવનોની સ્થિતિ સહિતની માહિતી જાણો…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો હવે થોડો શાંત થતો નજરે પડી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 2 ડિગ્રી સુધી ઉંચુ નોંધાયું છે. ત્યારે હવે ઠંડા પવનોની ગતિ પણ શાંત થઈ ગઈ છે. આ ઘટાડા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવની સ્થિતિ જણાઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનો ચમકારો હજુ ઘટી શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.
MLA હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાયા, જાણો ધાર્મિક કાર્યક્રમમાં શું કર્યું…
ધારાસભ્ય હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. વિરમગામમાં જીત મેળવ્યા પછી તેઓ ગઈકાલે એક ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. અહીં તેમનો મંજીરા વગાડતો વીડિયો અત્યારે ઘણો વાઈરલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો વિરમગામ ગ્રામ્ય વિસ્તારનો છે. અહીં તેઓ સ્થાનિકો સાથે ભક્તિની ધૂન ગાતા નજરે પડી રહ્યા છે.
ADVERTISEMENT