નીતિન ગોહેલ, ભાવનગર: રાજ્યમાં અકસ્માતની ઘટના છાસવારે બની રહી છે. આ દરમિયાન મહુવાની વડલી ચોકડી નજીક આજે સવારે કાર અને ટેન્કર ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન સર્જાયેલ અકસ્માત બાદ કાર સળગી ઉઠતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
ADVERTISEMENT
અરેરાટી ઉપજાવે તેવા આ બનાવ માં મહુવા તાલુકાના માળિયા ગામમાં રહેતા ભરતભાઈ નાકાભાઈ નાગોથા તેમની કાર લઈને બેંકના કામ માટે ભાવનગર આવી રહ્યા હતા. ત્યારે મહુવા ભાવનગર રોડ પર આવેલ વડલી ચોકડીથી આગળ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં આગ ભભૂકી હતી. અને થોડી વારમાં આગે સમગ્ર કારને લપેટમાં લઈ લીધી હતી. અકસ્માત બાદ કાર ચાલક ભરતભાઈએ કારમાંથી બહાર નીકળવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ કારનો દરવાજો ન ખૂલતાં તે કારમાં જ તેઓ ભડથું થઈ ગયા હતા.
ફાયરબ્રિગેડનો કાફલો પહોછે તે પહેલાજ થયું મોત
ગંભીર અકસ્માતના બનાવના પગલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. આ ઉપરાંત પોલીસ, ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. જોકે ફાયરબ્રિગેડ કાફલો સ્થળ ઉપર પહોંચે તે પહેલાં જ ભરતભાઈ આગમાં ભડથું થઈ ગયા હતા. અકસ્માતની આ ઘટના અંગે મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: છોટા ઉદેપુર જિલ્લામાં CNG કારમાં અચાનક આગ ભભૂકી, કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત
કારનો દરવાજો ખોલવા ચાલકે ઘણી કોશિશ કરી, પરંતુ…
મહુવાના વડલી ચોકડી થી આગળ સવારની ઘટનામાં ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. પરંતુ કાર સળગી ઊઠવાને કારણે અને કારચાલક ભરતભાઈએ ઘણી કોશિશ કરવા છતાં કારનો દરવાજો લોક થઈ જતા તેઓ કારની બહાર નિકળવામાં સફળ થયા ન હતા. કારમાં લાગેલી વિકરાળ આગમાં જ તેનો જીવ ચાલ્યો ગયો હતો તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. બાદમાં ફાયરબ્રિગેડ તેમે આવીને આગને બુઝવી હતી. પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT