ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે ધડાધડ એક પછી એક નિર્ણય લઈ રહ્યા છે. આ દરમિયાન કેબિનેટ બેઠક અંગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે કેબિનેટ બેઠકમાં કોઈ મંત્રીઓ મોબાઈલ નહીં લઈ જઈ શકે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. કેબિનેટની બેઠકમાં મોબાઈલ પરના પ્રતિબંધની આજથી શરૂઆત થશે. આજની કેબિનેટમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિ અંગે રાજ્યમાં કરાયેલી તૈયારી ની ચર્ચા થઈ શકે છે.
ADVERTISEMENT
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં કોઈ મંત્રી પોતાનો ફોન સાથે નહીં રાખી શકે. આજની કેબિનેટ બેઠકમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિ અંગે રાજ્યમાં કરાયેલી તૈયારીની ચર્ચા થશે. G20 અંતર્ગત ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોની તૈયારીની સમીક્ષા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સરકારના આગામી 100 દિવસના કાર્યના આયોજન અંગેની સમીક્ષા થઈ શકે છે. ગુજરાતમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંગેના આયોજન પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત નીતિવિષયક બાબતો પર કેબિનેટમાં થશે ચર્ચા
કેબિનેટ બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ
મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓને મોબાઈલ ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાને ગુપ્ત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT