જામનગરમાં સ્પાની આડમાં ચાલી રહ્યું હતું કુટણખાનું, LCB એ દરોડો પાડી સંચાલકને ઝડપી પાડ્યો

દર્શન ઠક્કર, જામનગર: રાજ્યભરમાં અનેક જગ્યાએ થી સ્પાની આડમાં ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે. પોલીસ દ્વારા આ મામલે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે…

gujarattak
follow google news

દર્શન ઠક્કર, જામનગર: રાજ્યભરમાં અનેક જગ્યાએ થી સ્પાની આડમાં ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે. પોલીસ દ્વારા આ મામલે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ વિસ્તારોમાં સ્પા ધમધમી રહ્યા છે.   કેટલા સ્પામાં અન્ય શહેરોની માફક શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. પોલીસની ટીમે જોલી બંગલા નજીક આવેલ એક સ્પાની આડમાં વડોદરાનો શખ્સ દેહવ્યાપરનો ધંધો બહારના રાજ્યોની સ્ત્રીઓને બોલાવીને ચલાવતો હોવાની માહિતીને પગલે દરોડો પાડી સંચાલકને ઝડપી પાડ્યો છે.

જામનગરના જોલી બંગલા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી સ્પા એન્ડ સલુનની આડમાં મસાજના બહાને ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ કરી માલીકને ઝડપી પાડી જામનગર એલસીબીએ આગળની તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરમાં જોલી બંગલા પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે લક્સ બ્યુટી એન્ડ સલુન સ્પાના નામે છેલ્લા ઘણાં સમયથી મસાજની આડમાં રાજ્ય બહારની મહિલાઓ બોલાવી કૂટણખાનું ચાલતું હોવાની બાતમી એલસીબીને મળી હતી. તેના આધારે દરોડો કરી વડોદરામાં માંજલપુર સાંઈનાથ સોસાયટીમાં રહેતો અમીત નામના સંચાલકને ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા સ્પા પર દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાનામાં  દિલ્હીની 2 અને જામનગરની પણ હાલ રાજકોટ વસવાટ કરતી એક લલનાને મુક્ત કરાવી છે

બાતમી મળી હતી
જામનગર શહેરના જોલીબંગલા નજીક દિગ્વિજય પ્લોટ 66 નંબરના ખૂણા પાસે જયમાતાજી હોટેલની સામે આવેલ કોમ્પ્લેક્ષમાં બીજા માળ ઉપર આવેલ લક્સ બ્યુટી એન્ડ સલુન સ્પામાં દેહ વ્યાપાર ચાલી રહ્યાની બાતમી મળી હતી. તેમાં વડોદરાનો અને હાલ જામનગરમાં વસવાટ કરતો અમિત  નામનો વ્યક્તિ બહારના રાજ્યોમાં સ્વરૂપવાન યુવતીઓને અહી બોલાવી અને દેહવ્યાપાર કરાવે છે.

 શરીરસુખ માણવાની વ્યવસ્થા કરતો હતો
એક ગ્રાહક દીઠ 1500 થી 2000 રૂપિયા વસુલી અને બાદમાં સ્પા માં આવેલ રૂમમાં શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી આપતો હોવાની માહિતી પરથી પોલીસે એક બોગસ ગ્રાહકને સ્પા ખાતે મોકલી અને દરોડો પાડી રોકડ રૂ.8,600 તથા મોબાઇલ ફોન- ડીવીઆર સહિતનો મળી કુલ રૂ.15,600 મુદામાલ સાથે સંચાલકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટના: પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા જયસુખ પટેલને જેલ હવાલે કરવા કોર્ટનો આદેશ

ડમી ગ્રાહક મોકલી પાડ્યો દરોડો 
સ્પાના સંચાલક દ્વારા (સ્પા) અંદાજે છ મહિનાથી શરૂ કરાયું હતું, પરંતુ છેલ્લા એકાદ મહિનાથી કુટણખાનું પણ ચલાવવામાં આવતું હોવાનું પોલીસને ધ્યાનમાં આવતા ડમી ગ્રાહક મોકલીને દરોડા પાડવામાં આવ્યા હતા .કુટણખાનામાં દિલ્હીથી આવેલી બે યુવતીઓ તેમજ એક અન્ય  યુવતી મળી આવી હતી. જે ત્રણેય યુવતીઓને સાક્ષી બનાવીને તેઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp