સેંચુરિયન : ભારતને સાઉથ આફ્રીકાની વિરુદ્ધ સેંચુરિયન ટેસ્ટ મેચમાં એક દાવ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમની હાર અંગે રોહિત શર્માનું નિવેદન પણ સામે આવ્યું છે. રોહિતે બંન્ને દાવમાં ખરાબ બેટિંગને હારનું કારણ ગણાવ્યું હતું.
ADVERTISEMENT
ભારતીય ટીમને સાઉથ આફ્રીકાની વિરુદ્ધ સેંચુરિયન ટેસ્ટ મેચમાં એક દાવ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે જ ભારતનું સાઉથ આફ્રીકી જમીન પર ટેસ્ટ સીરીઝ જીતવાનું સપનું ફરી ચકનાચુર થઇ ગયું. ભારતીય ટીમ જો બીજી ટેસ્ટ મેચ જીતી પણ લે છે તો તે આ સીરીઝમાં માત્ર બરાબરી જ કરી શકશે. ટેસ્ટ સીરીઝની બીજી અને અંતિમ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.
સમગ્ર ટીમે સામુહિક પ્રયાસો કરવા પડશે
પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમની હાર અંગે કેપ્ટન રોહિત શર્માનું પણ નિવેદન સામે આવ્યું છે. રોહિતે બંન્ને દાવમાં ખરાબ બેટિંગને હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સાથે જ રોહિત બોલરોના પ્રદર્શનથી પણ તેટલા ખુશ જોવા મળ્યા નહોતા. રોહિતે કહ્યું કે, જીત માટે સંપુર્ણ ટીમને સામુહિક પ્રયાસ કરવો પડશે, જે આ મેચમાં નહોતું થઇ શક્યું. જો કે રોહિત સદી ફટકારનારા કે.એલ રાહુલના વખાણ કર્યા હતા.
બેટ્સમેન અને બોલરોનું કંગાળ પ્રદર્શન
રોહિત શર્માએ મેચ પુર્ણ થયા બાદ કહ્યું કે, અમે જીતવા માટે સારા નહોતા. પહેલા બેટિંગ કરવા માટે ઉતર્યા બાદ કેએલે સારી બેટિંગ કરીને અમને તે સ્કોર અપાવ્યો, તેમ છતા પણ અમે બોલિંગથી પરિસ્થિતિનો ફાયદો નહોતા ઉઠાવી શક્યા. ત્યાર બાદ બેટ્સમેન પણ સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા. જો ટેસ્ટ મેચ જીતવી હોય તો સામુહિક રીતે એક સાથે આવવું પડશે પરંતુ અમે તેવું કરવામાં નિષ્ફળ રહ્યા.
ટીમે એક થઇને રમવાની જરૂર છે
રોહિતે કહ્યું કે, કેટલાક ખેલાડીઓ પહેલા પણ અહીં આવી ચુક્યા છે. અમે જાણીએ છીએ કે શું આશા રાખવી જોઇએ અને દરેક વ્યક્તિની પોતાની યોજના હોય છે. અમારા બેટ્સમેનોને પડકારજનક સ્થિતિ મળી અને અમે તેમાં સાચા ન ઠરી શક્યા. આ એક બાઉન્ડ્રી સ્કોરિંગ મેદાન છે, આપણે અનેક મોટા સ્કોર બનતા જોયા છે. જો કે અમે પ્રતિદ્વંદી અને તેમની શક્તિને પણ સમજવાની જરૂર છે. અમે બંન્ને દાવમાં સારી બેટિંગ નથી કરી, એટલા માટે અમે અહીં ઉભા છીએ.
કે.એલ રાહુલે જણાવ્યું કે…
રોહિતે જણાવ્યું કે, 3 દિવસની અંદર ખેલ ખતમ થઇ ગઇ, જેને પોઝિટિવ સાઇન ન કહી શકાય. જો કે કે.એલ દેખાડ્યું કે અમે આ પ્રકારની પીચ પર શું કરવાની જરૂર છે. અમારા કેટલાક બોલર અહીં પહેલીવાર આવ્યા છે, એટલા માટે હું વધારે આલોચનાત્મક નથી થવા માંગતો. અમારા માટે ફરીથી એક થવાનું મહત્વપુર્ણ છે, અમે ખેલાડી તરીકે એવા સમયથી પસાર થઇ રહ્યા છીએ. અમે હવે આગામી ટેસ્ટ માટે તૈયાર રહેવાની જરૂર છે.
આવી રહી મેચ
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે પહેલા દાવમાં 245 રન બનાવ્યા. કે.એલ રાહુલે 14 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 137 બોલ પર 101 રન બનાવ્યા. સાઉથ આફ્રિકા તરફથી સૌથી સફળ બોલર કગિસો રબાડા રહ્યા, તેણે 5 વિકેટ ઝડપી. જવાબમાં સાઉથ આફ્રીકાએ પહેલા દાવમાં 408 રન બનાવ્યા અને તેને 163 રનની મોટી લીડ લીધી. ડીન એલ્ગરે 287 બોલનો સામનો કરીને 185 રન બનાવ્યા. જેમાં 28 ચોગ્ગાનો સમાવેશ થાય છે. બીજી તરફ માર્કો જાનસેને 11 ચોગ્ગા અને એક સિક્સની મદદથી અણનમ 84 રન બનાવ્યા.
ભારતનું ઓવરઓલ કંગાળ પ્રદર્શન
ભારત તરફથી પહેલા દાવમાં જસપ્રીત બુમરાહે ચાર અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી. ભારતે બીજા દાવમાં 131 રન પર જ સમેટાઇ ગઇ. બીજા દાવમાં ભારત માટે વિરાટ કોહલી જ શાનદાર ફોર્મમાં હતો. કોહલીએ 12 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 82 બોલ પર 76 રન બનાવ્યા. સાઉથ આફ્રીકા તરફથી નાંદ્રે બર્ગરે ચાર અને માર્કો જાનસેને ત્રણ વિકેટ ઝડપી. ડીન એલ્ગર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો.
ADVERTISEMENT