ગાંધીનગર: એક તરફ રાજ્યમાં રાત્રિના લાઇટ આપવામાં આવી રહી છે. ત્યારે ઠંડીમાં ખેડૂત ઠાઉટવાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યમાં પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. સર્વે રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે.
ADVERTISEMENT
આપણા રાજ્યમાં ખેડૂતોની કપરી પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ. ખેડૂતોની સ્થિતિ તો હંમેશા પડતા પર પાટુ જેવી જ જોવા મળે છે રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. કમોસમી વરસાદથી નુકસાનીનો સર્વે તો કરવામાં આવ્યો પણ વળતર ખેડૂતોને નહીં ચૂકવાય.એક તરફ રાજ્યમાં ખેડૂતોને દિવસના બદલે રાત્રે વીજળી આપવામાં આવી રહી છે. એના કારણે નુકસાની અને બીજી તરફ અનેક જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે. રાજ્યમાં થોડા દિવસો 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને કારણે રવિ પાક અને જીરાના પાકને નુકશાન થયું છે.સરકારના કૃષિ વિભાગને સર્વેને કામગીરી સોંપી હતી. એ સર્વે પૂર્ણ કરી દેવાયો. ખેડૂત કહે છે કે કમોસમી વરસાદથી નુકસાન થયું છે પરંતુ સર્વે કહે છે કે કમોસમી વરસાદથી પાકને નુકસાન નથી થયું એટલે વળતર નહીં ચૂકવાય.
તો રાજ્યના ખેડૂતોને સહાય નહીં?
રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદે ખેડૂતોને ડામ આપ્યો હતો. આ દરમિયાન વરસાદના પગલે રવિ પાકમાં ભારે નુકશાન થયું હતું. તેરે નુકશાનને પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવા આદેશ આપ્યો હતો. ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે. અને આ સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. સર્વેના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે, રાજ્યમાં કમોસમી વરસાદને પગલે રવિ પાક અને જીરાના પાકને નુકશાન થયું છે.
આ પણ વાંચો: આણંદમાં પૈસાની લેતીદેતી મામલે જાહેરમાં હત્યાનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ
રાજ્યના 50 તાલુકામાં કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડટી ઠંડી વચ્ચે ] થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમા વરસાદ નોંધાયો હતો. કડકડતી ઠંડી વચ્ચે પડેલા માવઠામાં રાજ્યમાં 1 મી.મી.થી 28 મી.મી. સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT