દર્શન ઠક્કર, જામનગર: શહેરમાં ગોકુલ નગર વિસ્તાર પાસે આવેલા વિજયનગરમાં ભંગાર તોડતી વખતે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ભંગાર તોડતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના પત્નીને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો વિસ્ફોટ હતો કે નજીકના 15 ફૂટના અંતરે પસાર થઈ રહેલી રીક્ષા ના કાચ પણ તૂટી ગયા હતા
ADVERTISEMENT
જામનગર શહેરમાં આજે ભયંકર ઘટના ઘટી છે. શહેરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલા વિજયનગરમાં આજે સવારે ભાડેથી રાખેલી દુકાનમાં ભંગાર તોડવાનું કામ ચાલુ હતું. ત્યારે બ્લાસ્ટ થયો હતો. દુકાનમાં થયેલા બ્લાસ્ટના કારણે કામ કરી રહેલા સંકર ટેકરી વિસ્તારમાં રહેતા વૃદ્ધ લક્ષ્મણભાઈ અને તેમના પત્નીને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે ધડાકાભેર થયેલા બ્લાસ્ટને કારણે ગંભીર ઈજા પહોંચતા ભંગાર તોડતા લક્ષ્મણભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
15 ફૂટ દૂર ઊભેલી રિક્ષાના તૂટયા કાચ
ગોકુલ નગર વિસ્તારમાં આવેલા વિજયનગરમાં દુકાનમાં થયેલા બ્લાસ્ટમાં લક્ષ્મણભાઇનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે તેમના પત્નીને હાથ પગના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો વિસ્ફોટ હતો કે નજીકના 15 ફૂટના અંતરે પસાર થઈ રહેલી રીક્ષા ના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનાની જાણ થતા સીટી સી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કેવી રીતે બ્લાસ્ટ થયો છે અને કેવા સંજોગોમાં બ્લાસ્ટ થયો છે. શું કોઈ વિસ્ફોટક સામગ્રી તોડતી વખતે બ્લાસ્ટ થયો છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: શાહીબાગના ગ્રીન આર્કેડ કોમ્પલેક્ષમાં લાગી આગ, કિશોરીનું સારવાર દરમિયાન થયું મોત
પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ
આ વૃદ્ધ દંપતિ શંકર ટેકરી વિસ્તારમાં રહે છે અને અહીં 8 થી 10 વર્ષથી ભાડે દુકાન રાખીને ભંગાર તોડવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે બ્લાસ્ટ કેવી રીતના અને કેવા સંજોગોમાં થયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ આ મુદ્દે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT