રાજકોટ: આજના સમયમાં બાળકોની સહન શક્તિનો સતત ઘટાડો થઈ રહ્યો છે. કોઈ પણ મુસીબતનો સામનો કરવા કરતાં હાર માનવી સરળ સમજે છે. જીવનનું મૂલ્ય નથી આંકી શકતા અને મોતને વ્હાલું કરી લે છે. આ દરમિયાન વિંછીયાના અમરાપરમાં આવેલ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની આદર્શ સ્કુલમાં ધો.10ની એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો લગાવી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનાને લઈ વિંછીયા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના વિંછીયામાં આવેલ આદર્શ સ્કુલ કેમ્પસમાં એક વૃક્ષ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં વિદ્યાર્થિની લટકતી મળી હતી. શાળા સત્તાધીશોને જાણ થતા વિદ્યાર્થિને નીચે ઉતારી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
15 વર્ષની વિદ્યાર્થિનીનો આપઘાત
આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી તેથી વિંછીયા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા વિદ્યાર્થિની 15 વર્ષની હતી. મૃતક વિધ્યાર્થીની વિંછીયા તાલુકાના છાસીયા ગામની રહેવાસી હતી. આશ્રમ હોસ્ટેલમાં જ રહેતી હોવાનું તેમજ ધો.10માં અભ્યાસ કરતી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
શાળાનું સંચાલન કેબીનેટ મંત્રી ના હાથમાં
ઉપરાંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસે તજવીજ કરી હતી. સ્કુલનું સંચાલન કેબીનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા કરી રહ્યા છે. આ આદર્શ સ્કુલમાં જસદણ પંથક અને આસપાસના તાલુકાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાળકોને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા પણ છે. બનાવના પગલે અહીં રહેતા વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ હતી. વિદ્યાર્થિનીધો.10માં અભ્યાસ કરતી હોય, તેણીને પરીક્ષાનું પ્રેસર હતું કે અન્ય કોઇ કારણોસર આ પગલું ભર્યુ તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT