અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે અત્યારસુધી મીશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી. ત્યારે વૃદ્ધ નાગરિકો પણ પોતાના કિમતી મત આપવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે. આ દરમિયાન મોડાસાના નવા ગામ ખાતે 103 વર્ષના સંતોકબેન પટેલ મત આપવા માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
લોકશાહીના પર્વની ખાસ ઉજવણી…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું હતું. ત્યારે મોડાસાનાં નવા ગામ ખાતે 103 વર્ષીય વૃદ્ધાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સંતોક પટેલની ઉંમર 103 વર્ષ છે અને તેઓ વ્હીલચેર પર બેસીને મત આપવા માટે આવ્યા હતા. નોંધનીય છે કે અત્યારે એક બાજુ મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે વૃદ્ધાએ આ ઉંમરે પોતાનો મત આપીને આગવું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT