અમદાવાદ: ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ બીજા તબક્કાની ચૂંટણી લડી રહેલા 833 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. જે મુજબ બીજા તબક્કામાં લડી રહેલા 20 ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
ADVERTISEMENT
કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો સામે કેસ?
ADRના રિપોર્ટ મુજબ બીજા તબક્કાની 93 બેઠકો પર 833 ઉમેદવારો લડી રહ્યા છે. તેમાંથી 163 એટલે કે 20 ટકા ઉમેદવારો સામે ગુનાહિત કેસો છે. જેનાના 92 ઉમેદવારો એટલે કે 11 ટકા સામે ગંભીર કેસો દાખલ થયેલા છે. જ્યારે 2017ની ચૂંટણીમાં 12 ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. આ 92માંથી ભાજપના 18, કોંગ્રેસના 29 અને AAPના 29 ઉમેદવારો છે, જ્યારે BTPના 4 ઉમેદવારો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા 92 ઉમેદવારોમાં 9 મહિલા ઉમેદવારો પણ છે, જ્યારે 2 પર હત્યાનો ગુનો નોંધાયેલો છે.
કેટલા ઉમેદવારો કરોડપતિ?
ADRના રિપોર્ટ મુજબ બીજા તબક્કાની ચૂંટણી લડી રહેલા 833માંથી ભાજપના 75, કોંગ્રેસના 77 અને આમ આદમી પાર્ટીના 35 ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે 506 ઉમેદવારો 12 ધોરણ સુધી ભણેલા છે અને 264 ઉમેદવારોએ ગ્રેજ્યુએશન તો 27એ ડિપ્લોમા કરેલું છે. જ્યારે 32 ઉમેદવારને માત્ર લખતા કે વાંચતા જ આવડે છે.
ADVERTISEMENT