રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 કેસ નોંધાયા, જાણો ગુજરાતમાં કુલ એક્ટિવ કેસનો આંકડો

Gujarat Corona update : રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. નિષ્ણાતો અનુસાર આ વેરિયન્ટની લોકો પર માઇલ્ડ જોવા મળી રહી છે પરંતુ તે…

gujarattak
follow google news

Gujarat Corona update : રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. નિષ્ણાતો અનુસાર આ વેરિયન્ટની લોકો પર માઇલ્ડ જોવા મળી રહી છે પરંતુ તે લોકોમાં ઝડપથી સ્પ્રેડ થતો હોવા હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો નવ કેસ નવા નોંધાયા છે. નવા નોંધાયેલા કેસ બાદ રાજ્યના કુલ એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો કેસની સંખ્યા 66 પહોંચી ગઈ છે. જ્યારે 13 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત

દેશમાં 7 મહિના બાદ ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. એક દિવસમાં 700થી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થયા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. જો કે હવે દિલ્હીમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ કેસ જોવા મળી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો દ્વારા લોકોની ચિંતા ન કરવા અને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. પરંતુ બદલાતા હવામાન વચ્ચે વધતાં જતાં કેસો ક્યાંક ચિંતાનું કારણ બની શકે છે તે માટે લોકો સાવચેત અને સલામત રહેવું ખૂબ જ જરૂરી છે.

કોરોનાના કેસો વધતાં તંત્ર એલર્ટ

ઉપરાંત કોરોનાને લઈ રાજ્યમાં તૈયારીઓ વિશેની જાણકારી અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ આપી જેમાં તેમણે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલની સુવિધા કરવામાં આવી છે, 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક કાર્યરત કરાયા, 550થી વધારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સિવાય તેમણે લોકોને સલાહ આપી છે કે, જો શરદી,ખાંસી,તાવ હોય તો પોતાની જાતે દવા ન લેવી. 1 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. કોરોનાનો પોઝીટીવીટી રેટ 0.86% રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ, જેમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠામાં 1-1 કેસ એક્ટિવ છે.

    follow whatsapp