BJPમાં રહી અપક્ષનો પ્રચાર કરતા 8 નેતા સસ્પેન્ડ, પાર્ટીએ આવા હોદ્દેદારો સામે કરી લાલ આંખ

મહિસાગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, આપ અને કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે હવે છેલ્લા…

gujarattak
follow google news

મહિસાગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, આપ અને કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે હવે છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપમાંથી ઘણા નેતાઓને સસ્પેન્ડ કરાઈ રહ્યા છે. ત્યારે મહિસાગરમાં જિલ્લા ભાજપ પ્રમુખે તાત્કાલિક ધોરણે 8 નેતાને સસ્પેન્ડ કરી દેતા રાજકારણ ગરમાયું છે. આ નેતાઓ અપક્ષ ઉમેદવારને ચૂંટણી પ્રચાર કરવામાં મદદ કરી રહ્યા હોવાની માહિતીના આધારે ભાજપે કડક પગલાં ભર્યા છે.

અપક્ષ નેતાનો પ્રચાર કર્યાનો ઘટસ્ફોટ
ભાજપ વિરૂદ્ધ અપક્ષના નેતાનો પ્રચાર કરતા 8 નેતાને સસ્પેન્ડ કરી દેવાયા છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે જિલ્લા ભાજપ પ્રમુખે 8 હોદ્દેદારો પર આકરા પગલાં ભર્યા છે. તેમણે અપક્ષ ઉમેદવાર જેપી પટેલનો પ્રચાર કરતા આ તમામ ભાજપના નેતા સામે લાલ આંખ કરી છે. પાર્ટીએ તમામ માહિતી એકઠી કર્યા પછી તાત્કાલિક ધોરણે 8 નેતાને સસ્પેન્ડ કરતા ચર્ચાનો મુદ્દો ગરમાયો છે. સસ્પેન્ડ લેટરમાં ભાજપે જણાવ્યું છે કે આ પગલાં તમામ પ્રકારના વીડિયો પુરાવા ચકાસ્યા પછી લેવામાં આવ્યા છે.

ભાજપે લાલ આંખ કરી…
ભાજપે અત્યારે અન્ય પાર્ટીના અથવા અપક્ષના પ્રચાર કરતા નેતાઓ સામે લાલ આંખ કરી દીધી છે. એટલું જ નહીં પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે હજુ કેટલાક નેતાઓની આમા સંડોવણી હોવાનું બહાર આવી શકે છે. તમામ સામે કડક પગલાં ભરાવાની પણ ટકોર તેમણે કરી છે.

With Input: વિરેન જોશી

    follow whatsapp