ગાંધીનગર: ચૂંટણી પહેલા ગુજરાતમાં ફરી એકવાર સરકારી કર્મચારીઓની બદલીના આદેશ થયા છે. પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં આજે 63 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે પણ 12 IAS, 2 GAS તથા 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલીના આદેશ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
કોની ક્યાં બદલી કરાઈ?
આજે કરાયેલી બદલીમાં અમદાવાદના PSI કુલદિપસિંહ જાડેજાને પશ્ચિમ કચ્છ-ભુજ તથા રાહુલ ગોહિલને નવસારીમાં મુકાયા છે, તો વડોદરાના ગૌરવ ચૌધરીને અરવલ્લી અને રાજકોટના ભાવેશ ડાંગરને પૂર્વ કચ્છ-ગાંધીધામ બદલી કરવામાં આવી છે. ગાંધીનગરમાં ઈન્ટેલિજન્સ વિભાગમાં રહેલા શૈલેષ ચૌહાણને નર્મદા તથા સુરેન્દ્રનગરના યશપાલસિંહ રાણાની જુનાગઢમાં બદલી કરવામાં આવી છે.
બદલી કરાયેલા PSIનું લિસ્ટ
ADVERTISEMENT