જેતપુરમાં 100 વર્ષ જુના મકાન ધરાશાયી, બાળકી સહિત ત્રણ લોકોના મોત

નિલેશ શિશાંગીયા, રાજકોટ: રાજ્યમાં અનેક જર્જરિત મકાનો હવે જીવલેણ સાબિત થઈ ચૂક્યા છે. આ દરમિયાન હવે જામનગરની ઘટના બાદ હવે રાજકોટમાં પણ મકાન ધરાશાયી થવાની…

gujarattak
follow google news

નિલેશ શિશાંગીયા, રાજકોટ: રાજ્યમાં અનેક જર્જરિત મકાનો હવે જીવલેણ સાબિત થઈ ચૂક્યા છે. આ દરમિયાન હવે જામનગરની ઘટના બાદ હવે રાજકોટમાં પણ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગોદરા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલ જૂના મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. આ ઘટનાને લઈ ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બીજી તરફ  પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત(Death)થયા છે. જેમાં બે બાળકી અને એક વૃદ્ધનું મોત થયું છે.જેમાં જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. જેમાં સ્થાનિકો તેમજ નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું.

ધારાસભ્ય ઘટના સ્થળે
જામનગર બાદ હવે રાજકોટમાં પણ મકાન ધરાશાઇ થવાની ઘટના સામે આવી છે. જેમાં જેતપુરના ગોદરા વિસ્તારમાં ઉપરના ભાગમાં આવેલ વર્ષો જૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ બનાવ બન્યો હતો. ઉપર ભાગના વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવવાંમાં આવી રહ્યું છે. અંદાજે 100 વર્ષ જુના 2 મકાનો ધરાશાઈ થતાં અફરાતફરી મચી ગઈ છે. આ ઘટનાને લઈ ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

3 ના મોત 5 ઇજાગ્રસ્ત
રાજકોટ જિલ્લા ના જેતપુરના ચાંપરાજ બારી વિસ્તારમાં અંદાજે 100 વર્ષ જુના 2 મકાનો ધરાશાઈયી થતાં અફરાતફરી મચી ગઈ હતી, મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનામાં બે નાની બાળકીઓ અને 1 વૃદ્ધાનું મોત નિપજ્યું છે અને પાંચ લોકો ઈજા ગ્રસ્ત થયા છે.

આ ત્રણ લોકો મૃત્યુ પામ્યો 
વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા ઉમર.50
મેઘના અશોકભાઈ મકવાણા ઉમર.10
સિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉમર.7નું

ઇજાગ્રસ્ત
વંદના અશોકભાઈ મકવાણા ઉમર.14
શીતલબેન વિક્રમભાઈ સાસડા ઉમર.30
કરસનભાઇ દાનાભાઈ સાસડા ઉમર.40
રિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉમર.8
અશોકભાઈ રાજુભાઈ મકવાણા ઉમર.33

    follow whatsapp