કર્ણાટક: ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાએ કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડ કંપનીના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું છે. લોકાયુક્તના દરોડામાં તેમના ઘરેથી છ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી, જ્યારે તેમના પુત્રની ઓફિસમાંથી પણ બે કરોડથી વધુની રોકડ મળી આવી હતી. જે બાદ ધારાસભ્યના પુત્ર પ્રશાંત મદલની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મદલ વિરુપક્ષપ્પા કર્ણાટકના દાવણગેરે જિલ્લાની ચન્નાગિરી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. ભાજપ સરકાર દ્વારા તેમને રાજ્યની માલિકીની કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ લિમિટેડના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેનો પુત્ર પ્રશાંત મદલ, જે 40 લાખની લાંચ લેતા લોકાયુક્ત દ્વારા રંગે હાથે ઝડપાયો હતો, તે બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) માં ચીફ એકાઉન્ટન્ટ છે.
ધારાસભ્યએ સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડ બોર્ડમાંથી રાજીનામું આપ્યું
ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાએ તેમના પુત્ર લાંચ લેતા પકડાયા બાદ કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. કર્ણાટકના મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, ‘મારા પરિવાર વિરુદ્ધ કોઈ ષડયંત્ર છે. મારી સામે આરોપો હોવાથી હું નૈતિક જવાબદારી હેઠળ રાજીનામું આપી રહ્યો છું. જોકે મદલ વિરુપક્ષપ્પાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું નથી.
ધારાસભ્યના પુત્ર પાસેથી 2.1 કરોડ રોકડા
40 લાખ ઉપરાંત, લોકાયુક્તે ધારાસભ્યના પુત્ર પ્રશાંત મદલની ઓફિસમાંથી 1.7 કરોડ રૂપિયા રોકડા રિકવર કર્યા છે. સૂત્રોનું માનીએ તો કદાચ અન્ય લોકો પાસેથી પણ લાંચ લેવામાં આવી હતી. લોકાયુક્તે પ્રશાંત મંડલને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. ભાજપના ધારાસભ્યના પરિસરમાંથી કુલ મળીને લગભગ આઠ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.
આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે
કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં લોકાયુક્તની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. કહેવાય છે કે ભાજપના ધારાસભ્યના પુત્ર સામે લેવાયેલી આ કાર્યવાહી ચૂંટણીનો મુદ્દો પણ બની શકે છે.
પાર્ટી સતત બે ટર્મ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા
મદલ વિરુપક્ષપ્પા સતત બે વખત દાવણગેરે જિલ્લાના ચન્નાગિરી મતવિસ્તારના ધારાસભ્ય તરીકે છેલ્લી બે ટર્મથી ચૂંટાઈ આવ્યા છે. તેણે 2018ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના સોગંદનામામાં 5.73 કરોડ રૂપિયાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. 2013ની ચૂંટણીમાં તેમણે 1.79 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT